દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસને કારણે ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકારને લોકડાઉનની અવધિ વધારવાની રજૂઆત કરી હતી. પંજાબ અને ઓડિશા બાદ હવે મહારાષ્ટ્રએ પણ લોકડાઉનની અવધિ લંબાવવાની જાહેરાત કરી દીધી છે.જણાવી દઈએ કે દેશમાં કોરોનાના સૌથી કેસ મહારાષ્ટ્રમાં જ સામે આવ્યા છે, ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે લોકડાઉનની અવધિ લંબાવીને 30 એપ્રિલ સુધીની કરી દીધી છે.
આ વાતની જાહેરાત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કેટલાક વિસ્તારોમાં લોકડાઉનમાં થોડી રાહત મળશે, જયારે બીજા કેટલાક વિસ્તારોમાં લોકડાઉન વધુ સખત બનશે. તેમને કહ્યું કે 30 એપ્રિલ પછી પણ બધા જ પ્રતિબંધો હટાવવા પર એ સમયની પરિસ્થિતિને જોયા બાદ જ નિર્ણય લેવાશે.
ઠાકરેએ કહ્યું – મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન ચાલશે. રાજ્ય દેશને આ કપરા સમયમાં પણ રસ્તો બતાવશે. આ અગાઉ ઓડિશા, પંજાબ અને રાજસ્થાને પણ લોકડાઉન આ મહિનાના અંત સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.