ઓડિશાના આરોગ્ય મંત્રી નબ કિશોર દાસે કેન્દ્ર સરકારને પત્ર પાઠવીને વેક્સિનનો સ્ટોક ખૂટ્યો હોવાની જાણ કરી છે.
કિશોર દાસે જણાવ્યું કે ઘણે ઠેકાણે રસીકરણનું કામ અટકાવી દેવાયું છે. અમારી પાસે ફક્ત બે દિવસ ચાલે તેટલો સ્ટોક બચ્યો છે.
રાજ્યમાં દરરોજ અઢી લાખ ડોઝ અપાઈ રહ્યાં છે. અમે કેન્દ્ર સરકારને ઓછામાં ઓછા 25 લાખ ડોઝ આપવાની વિનંતી કરી છે. પરંતુ કેન્દ્ર સરકારે અમારી વિનંતીનો કોઈ જવાબ આપ્યો નથી.
લોકસભા સાંસદ સુપ્રીયા સુલેએ જણાવ્યું કે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં 109 સેન્ટરોને બંધ કરી દેવાયા છે. મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ માન્યું કે રાજ્યમાં વેક્સીનની અછત છે. તેઓએ સરકાર પાસેથી 20 લાખ કોરોના વેક્સીનના ડોઝની માંગણી કરી છે અને કહ્યું કે કેન્દ્ર સરકાર અમને સમયસર વેક્સીન આપે.
રાજેશ ટોપેએ કહ્યું કે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની વેક્સીનનો સ્ટોક મેચ 3 દિવસનો બચ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વેક્સીનના 14 લાખ ડોઝ ઉપલબ્ધ છે. આ સ્ટોક 3 દિવસ ચાલશે અને પછી ખતમ થશે. તેઓએ કહ્યું કે મહારાષ્ટ્રમાં દર અઠવાડિયે કોરોના વેક્સીનની 40 લાખ ડોઝની જરૂર રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.