અફધાનિસ્તાનમાં તાલિબાનનો કહેર ચાલી રહ્યો છે.તાલિબાનીઓ વિરોધીઓને પોતાનો શિકાર બનાવી રહ્યાં છે. જાણવા મળ્યા મુજબ તેમણે અફધાની મૂળના એક ભારતીય કારોબારીનું અપહરણ કરી લીધું છે.
ઈન્ડિયન વલ્ડઁ ફોરમનાં અધ્યક્ષ પુનીત સિંહ ચંઢોકે જણાવ્યું કે, તાલિબાનીઓ કાબૂલ ખાતે અફઘાન મૂળનાં એક ભારતીય કારોબારીનું બંદૂકની અણીએ અપહરણ કરી લીધું છે.
તેમણે જણાવ્યું કે, ૫૦ વષીઁય બંસરીની કાબૂલમાં દવાની દુકાન છે. તાલિબાનીઓેએ મંગળવારે સવારે ૮:૦૦ વાગે દુકાન પાસેથી તેમનું અપહરણ કયુઁ હતું. જો કે તે લોકો કોઈ પણ રીતે તેમની ચુંગાલમાંથી બચીને ભાગી નીકળવામાં સફળ રહયાં હતાં .
https://www.youtube.com/watch?v=GIZ6CF_Skyg
પુનીત સિંહે જણાવ્યું કે, બંસરીનો પરિવાર દિલ્હી-એનસીઆરમાં રહે છે. સ્થાનિક તપાસ એજન્સીઓએ તેમના અપહરણનો કેસ નોંધ્યો છે અને તેમને શોધવામાં આવી રહ્યા છે. વધુમાં જણાવ્યું કે, ભારતીય વિદેશ મંત્રાલયને આ અંગે જાણ કરી દેવામાં આવી છે તથા સરકારને તાત્કાલિક આ મુદ્દે હસ્તક્ષેપ અને સહયોગ કરવા કહેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.