ઑફિસમાં નેગેટિવ વાતાવરણ દૂર કરવા માટે અજમાવો કેટલીક જરૂરી ટિપ્સ

ઑફિસમાં નકારાત્મકતા અથવા નેગેટિવિટી પ્રોડક્ટિવિટી ઓછી થવા પાછળનું સૌથી મોટુ અને મુખ્ય કારણ છે. તેનાથી કામ કરનાર લોકોના મનોબળમાં એનર્જીનો ઘટાડો થાય છે અને દક્ષતા પણ રહેતી નથી. કેટલીય સંસ્થાઓમાં નેગેટિવિટી એક પ્રમુખ સમસ્યા છે. તેનાથી મનોબળ વધારવાની પદ્ધતિ શોધવામાં પણ સંઘર્ષોનો સામનો કરવો પડે છે. જાણો, કેટલીક એવી રીત જેનાથી વર્કપ્લેસથી નકારાત્મકતા દૂર કરી શકાય છે.

વધુ જવાબદારીઓ પૂરી કરો

પ્રોડક્ટિવિટીના કેસમાં કોઇ પણ વ્યક્તિ પાછળ રહેવા નથી માંગતું. પ્રત્યેક કર્મચારી પોતાના કામમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા ઇચ્છે છે જેથી તેઓ પોતાના ટાર્ગેટ પૂરા કરી શકે અને ઑફિસમાં સન્માન પણ પ્રાપ્ત કરી શકાય. એટલા માટે, જો તેમને વધુ જવાબદારીઓ અને કાર્ય આપવામાં આવે તો તેનાથી તે પોતાની ક્ષમતાઓને સિદ્ધ કરી શકે જેથી તે ખુશીથી પોતાનું કામ પૂરુ કરી શકે છે અને તેમને વધારેમાં વધારે મહેનત કરવા માટે પ્રોત્સાહિત પણ કરી શકે છે.

બધા લોકોની સાથે સમાન વર્તણૂક રાખો

ઑફિસમાં પક્ષપાત કરવો કોઇ નવી વાત નથી. જો કે દર વ્યક્તિએ પક્ષપાત કરવાનું ટાળવું જોઇએ. સમાન તક અને જવાબદારી સાથે દરેક વ્યક્તિની સાથે સમાન વર્તન કરવું જોઇએ. કંપનીની યોગ્ય પૉલિસી હેઠળ તમામ કામોની વહેંચણી સમાન રીતે થવી જોઇએ. તેનાથી વાતાવરણમાં તાજગી બની રહે.

અભિવ્યક્તિની તક આપો

કર્મચારીઓનો અભિપ્રાય સુપરવાઇઝર દ્વારા લેવામાં આવે છે તો તેમને પોતાની ઓળખ અને વેલ્યૂ જોવા મળે છે. જો કર્મચારીઓને બોલવાની તક ન આપવામાં આવે તો તેમનામાં લેટ ડાઉનની ભાવના આવી શકે છે. કર્મચારીઓને ચિંતાઓ અને પ્રશ્નો માટે યોગ્ય સમયગાળા બાદ ફીડબેક લેવું ઘણી જરૂરી છે.

કર્મચારી પર વિશ્વાસ કરો

વ્યવસાયિક જીવનમાં વિશ્વાસ એક મહત્ત્વનું પાસું છે એટલા માટે ઉંચા પદ પર બેસનારા લોકો અને સુપરવાઇઝરો દ્વારા એક સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ બનાવવાની જરૂર હોય છે. જ્યાં વિશ્વાસ અને પ્રામાણિકતા હોય છે તે કંપનીમાં કર્મચારી કદાચ જ કંપની વિરુદ્ધ જવાનું વિચારે. આ ઉપરાંત આ અનુકૂળ વાતાવરણ પણ અપાવે છે જે ટીમ અને કાર્ય ભાવના માટે ખૂબ જ જરૂરી હોય છે.

કર્મચારીઓને પ્રોત્સાહન આપો

સંસ્થાઓમાં પુરસ્કાર વિતરણ પ્રણાલીથી કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા અને તેમના મનોબળને વધારવાની શાનદાર રણનિતી છે. પુરસ્કારથી કર્મચારીઓને મહેનત કરવાની પ્રેરણા મળે છે. તેનાથી સંસ્થા પ્રત્યે પણ સન્માનના ભાવ જન્મે છે. એક રચનાત્મક અને સકારાત્મક કાર્યસ્થળ માટે તે એક રસ્તો તૈયાર કરે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.