રાજ્ય ની સ્કૂલો માં ઓફલાઇન શિક્ષણ બંધ થઈ ફરી ઓનલાઈન શિક્ષણ ચાલુ થવાની શકયતા

રાજ્ય માં કોરોના ની ત્રીજી લહેર શરૂ થઈ જતા હવે સરકાર ધડાધડ નવા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે અને પ્રથમ તબક્કામાં વાયબ્રન્ટ સમીટ બંધ કરવાથી લઈ ફલાવર શો,પતંગ શો કેન્સલ કરાયા બાદ વિદ્યાર્થીઓ ની સલામતી માટે સરકાર હવે પ્રાથમિક સ્કૂલોનું ઓફલાઇન શિક્ષણ બંધ કરે એવી શક્યતા છે.

ધોરણ 1થી 8ની સ્કૂલો ઓફલાઇન સંપૂર્ણ બંધ કરી અને ઓનલાઇન ચાલુ રાખવામાં આવે તેવી વાત છે અને જ્યારે 9થી 11ની સ્કૂલો ઓડ ઇવન પદ્ધતિથી 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખવામાં આવી શકે છે.નોંધનીય છે કે રાજ્ય માં હવે વિદ્યાર્થીઓ કોરોના સંકમિત બની રહ્યા હોવાના કિસ્સા વધ્યા છે ત્યારે હવે સરકાર દ્વારા સ્કૂલો માં ઓફ લાઈન શિક્ષણ બંધ કરવામાં આવે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.