નવો વેરિઅન્ટ ઓમિક્રોન ખૂબ ઝડપથી એકબીજાને સંક્રમિત કરે છે, જોકે મોટે ભાગે માઈલ્ડ પ્રકારના લક્ષણો હોય છે, નવા વેરિએન્ટમાં શરદી-ખાંસીની સાથે હાથ-પગ-માથામાં દુઃખાવો અને અશક્તિ જેવા લક્ષણો સામે આવ્યા છે, કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ 12 કલાકે ફેફસાં સુધી પહોંચે છે, અલબત્ત, ઓક્સિજનનું પ્રમાણ ઘટતું નથી, તેમ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશ અને અન્ય તબીબોનું કહેવું છે.
આઈએમએ સાથે સંકળાયેલા આ તબીબો કહે છે કે, કોરોના જાન્યુઆરીમાં પીક પિરિયડ પર આવી શકે છે, જોકે માઈલ્ડ પ્રકારના કેસ હોવાથી ગભરાવાને બદલે કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે, બાળકો પણ કોરોના સંક્રમિત થાય તેવી ભીતિ રહેલી છે, અત્યાર સુધી કોરોના વાઇરસમાં 40 પ્રકારના ચેન્જીસ જોવા મળ્યા છે, પહેલા સાતમા દિવસે એ પછી ત્રીજા દિવસે અને એ પછી 7-8 કલાકે વાઇરસ ફેફસાં સુધી અસર કરતો હતો.
પરંતુ ઓમિક્રોન વાઇરસ 12 કલાકે ફેફસાં સુધી પહોંચે છે. વાયરસના મ્યુટેશનના કારણે એન્ટિબોડી પણ કામ કરતી નથી, જે લોકો ઉંમર લાયક છે કે પછી કેન્સર, ડાયાબિટીસ સહિતની બીમારીથી પીડાય છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય તેવા લોકોને વધુ અસર કરે છે, ગત જાન્યુઆરી 2020માં કોવિડની શરૂઆત થઈ હતી પરંતુ પિક પીરિયડ સપ્ટેમ્બરમાં આવ્યો હતો, ઓમીક્રોનમાં એક જ મહિનામાં પિક પિરિયડ આવે તેવી ભીતિ રહેલી છે. કોરોનાથી બચવા માટે વિદેશથી જે લોકો આવી રહ્યા છે તેમનું સઘન ચેકિંગ, ક્વોરન્ટાઈન સહિતની પ્રક્રિયા કડક રીતે થાય તો જ બચી શકાય તેમ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.