યુનાઈટેડ એરલાઈન્સે જણાવ્યું કે તેણે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે શુક્રવારે એટલે કે ક્રિસમસની પૂર્વ સંધ્યાએ ઓછામાં ઓછી 150 ફ્લાઈટ્સ રદ કરી હતી, સાથે જ શનિવારે ઉડાન ભરનારી 44 ફ્લાઈટ્સ પણ કેન્સલ કરી દીધી છે. ફ્લાઈટ અવેર અનુસાર, ડેલ્ટા, જેટબ્લ્યુ અને એલિજિઅન્ટ સહિતની અન્ય એરલાઈન્સે પણ આવું જ કર્યું હતું.
ઑસ્ટ્રેલિયામાં, સિડની અને મેલબોર્નના મોટા શહેરોના એરપોર્ટ પર ડઝનેક ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી હતી કારણ કે દેશમાં કોરોના વાયરસના કેસ રોગચાળાની શરૂઆત લઈને અત્યાર સુધીના સમયમાં સૌથી વધુ વધી ગયા છે. ફ્લાઈટ અવેર અનુસાર, ગુરુવારની સાંજથી શુક્રવારની સવાર સુધીમાં વૈશ્વિક સ્તરે કેન્સલ કરેલી ફ્લાઈટ્સની સંખ્યા 1,500થી વધી ગઈ છે
એક નિવેદનમાં, યુનાઇટેડએ જણાવ્યું હતું કે ઓમિક્રોનના કેસો વધતા અમારા ફ્લાઇટ ક્રૂ અને અમારી કામગીરી ચલાવતા કર્મચારીઓ પર સીધી અસર પડી છે અને જેને કારણે અમારે ફ્લાઈટ્સ રદ કરવી પડી છે જેથી યુનાઇટેડે કહ્યું કે એમને કેટલીક ફ્લાઈટ્સ રદ કરવી પડી છે અને પ્રભાવિત ગ્રાહકોને તેઓ એરપોર્ટ પર આવતા પહેલા જ આ વાતની જાણકારી આપી રહ્યા છે.
પ્રવક્તાએ જણાવ્યું કે તેઓ નથી ઈચ્છતા કે વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડે પણ શક્યતા છે કે વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ શકે. અમે આજે આ મેનેજ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. પણ શનિવારે પણ બીજી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ શકે છે.
એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું કે એમને આ માટે ખેદ છે અને શક્ય એટલા વધુ લોકોને ફરીથી બૂક કરવા અને તેમને હોલિડે માટેના તેમના પ્લાન્સ બગડે નહીં એ માટે અમે સખત મહેનત કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.