વિમાનમાં મુસાફરી કરનાર સમાચાર છે. દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો તેના ગ્રાહકોને સસ્તી એર ટિકિટ ઓફર કરી રહી છે. ઈન્ડિગો તેના 16 વર્ષની ઉજવણી કરી રહી છે. ઉડાનના 16 વર્ષ પૂરા કરવાના અવસર પર આ એરલાઈને સ્વીટ 16 (Sweet 16) એનિવર્સરી સેલની જાહેરાત કરી છે. IndiGo આ સેલ હેઠળ તમામ 6E નેટવર્ક્સ પર સ્થાનિક રૂટ માટે સસ્તી ટિકિટ ઓફર કરી રહી છે. આ સેલ 3 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી ત્રણ દિવસ માટે લાઈવ રહેશે. આ સેલ હેઠળ ઈન્ડિગો માત્ર રૂ.1616માં એર ટિકિટ ઓફર કરી રહી છે અને આ સસ્તી ટિકિટ સાથે તમે 18 ઓગસ્ટ, 2022 થી 16 જુલાઈ, 2023 વચ્ચે મુસાફરી કરી શકો છો.
ઇન્ડિગોના ચીફ સ્ટ્રેટેજી અને રેવન્યુ ઓફિસર સંજય કુમારે જણાવ્યું હતું કે અમે સફળ ઉડાનના 16 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અમે અમારા ગ્રાહકો માટે પ્રસંગને ભવ્ય બનાવવા માટે વર્ષગાંઠ પર વેચાણની જાહેરાત કરી છે અને અમે મુસાફરી માટે ભારે માંગ જોઈ રહ્યા હોવાથી આ વેચાણ સાથે ગ્રાહકો તેમની મુસાફરીનું અગાઉથી આયોજન કરી શકે છે. સેલમાં ગ્રાહકો માત્ર રૂ.1616થી શરૂ થતી ટિકિટ ખરીદી શકે છે. આ સાથે એરલાઈન્સ કેટલીક કેશબેક ઓફર પણ લઈને આવ્યું છે.
ઇન્ડિગોએ તાજેતરમાં રૂ.1499થી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ બુક કરવા માટે એર ટિકિટ ઓફર કરી હતી અને આ બુકિંગ તમામ માધ્યમો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઓફર અંતર્ગત 3 થી 5 ઑગસ્ટની વચ્ચે બુકિંગ કરાવી શકાશે. તેના અંતર્ગત 18 ઑગસ્ટ 2022થી 16 જુલાઇ 2023ની વચ્ચે મુસાફરી કરી શકાશે.
વિયેટજેટની લગભગ મફત પ્રમોશન ઑફર પાછી આવી છે અને આ ઑફરમાં તમે માત્ર રૂ.9માં હવાઈ મુસાફરીની ટિકિટ ખરીદી શકો છો. વિયેતનામની એવિએશન કંપની Vietjet ખૂબ જ સસ્તી એર ટિકિટની ઓફર લઈને આવી છે. એરલાઇન લગભગ 30,000 પ્રમોશનલ ટિકિટ ઓફર કરી રહી છે. આ ટિકિટો ભારત અને વિયેતનામ વચ્ચેના 17 સીધા રૂટ માટે છે. મુસાફરો 26 ઓગસ્ટ 2022 સુધી દર બુધવાર, ગુરુવાર અને શુક્રવારે આ સસ્તી પ્રમોશનલ ટિકિટ બુક કરી શકે છે. ગ્રાહકો VietJetની વેબસાઈટ www.vietjetair.com પર જઈને આ ટિકિટો ખરીદી શકે છે. આ સિવાય VietJet Airની મોબાઈલ એપ પર જઈને પણ ટિકિટ ખરીદી શકાશે અને જેમાં યાત્રાનો સમયગાળો 15 ઓગસ્ટ 2022 થી 26 માર્ચ 2023 સુધીનો રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.