પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ ગઈકાલે સુરત અને ભાવનગરમાં રોડ શૉ કર્યા બાદ કરોડોના વિકાસકાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આજે પીએમ મોદીએ ગાંધીનગરથી વંદે ભારત ટ્રેન અને અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારત અને મેટ્રો ટ્રેનની ભેટ ગુજરાતને આપ્યા બાદ અમદાવાદના થલતેજ ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ સભાને સંબોધીને મોદી ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં પોતાના કાફલાને રોકી દીધો હતો. પીએમ મોદીએ એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે પોતાના કાફલાને રોકી દીધો હતો. પીએમ મોદીએ પોતાની કારને ઉભી રાખી દીધી હતી અને જેથી પોતાની કાફલો ઉભો રહી ગયો હતો જેનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઇ હતી જેને કારણે પીએમની પ્રશંસા થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી ગાંધીનગર ખાતે રાજભવન જતા હતા ત્યારે આ કાફલાને એમ્બ્યુલન્સ માટે થોડીવાર માટે રોકી દેવામાં આવ્યો હતો. પીએમ મોદી રાજભવન પહોંચીને આગામી કાર્યક્રમ અને વિપક્ષ સામે નવી રાણીનીત સહીતના મુદ્દે ચર્ચા કરી હોવાની શક્યતા સેવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.