અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી ગુમ થયેલા યુવકની તપાસમાં મોટો વળાંક આવ્યો છે જેમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે.જેમાં મિત્રે જ મિત્રની કરપણી હત્યા કરીને મૃતકના મૃતદેહના ટૂકડે ટૂકડા કરીને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા, રૂંવાટા ઉભા કરી દેવી આ ઘટનાનો ખુલાસો ક્રાઈમબ્રાન્ચે કર્યો હતો.
મરનાર યુવક તેના મિત્રના ઘરે આવન-જાવન કરતો હતો અને યુવાન તેની મિત્રની પત્ની સાથે સતત સંપર્કમાં હતો કોલ પણ વાતો થતી હતી જેમાં આડાસંબધ રાખવાની વાંરવાર ફરજ પાડતો હતો, જ્યારે આ વાતની જાણ તેના મિત્રને થઈ ત્યારે તેના મિત્રે મૃતકને ઘણો સમજાવ્યો હતો અને તેની પત્ની સાથે સંબધ રાખવાની પણ ના પાડી હતી. પરંતુ સમજાવાથી તે સમજ્યો નથી આખરે તેનું પરીણામ અત્યંત ગંભીર આવ્યું હતું.
પતિ-પત્નીએ સાથે મળીને યુવાનની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યુ, મિત્રની પત્નીએ યુવકને કોલ કરીને પોતાના ઘરે બોલાવ્યો પછી યુવાનને આંખે પટ્ટી બાંધીને કહ્યું એક મિનીટ તને સરપ્રાઈઝ ગિફટ આપવાની છે તેમ કહીંને યુવતીના પતિએ એક પછી એક તલવારના ઘા ઝીંકીને યુવાનની ઘાતકી હત્યા કરી નાખી અને પતિ- પત્ની આટલેથી પણ ના અટક્યા મૃતક યુવાનનું ધડ શરીરથી અલગ કરીને લાશના ટૂકડે ટૂકડે કરીને કેનાલમાં ફેંકી દીધા હતા અને અત્રે ઉલ્લેખનીય છે કે મિત્રની પત્ની સાથે આડાસંબધમાં યુવાનનો કરૂણ અંજામ આવ્યો. સમગ્ર મામલાની તપાસ બાદ ક્રાઈમબ્રાન્ચે યુગલ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.