ખેડૂતોની એક ભૂલ પડી માથે , વિદેશોમાં થયા રિજેક્ટ મરી મસાલા

એશિયાના સૌથી મોટા ઊંઝા (UNJHA) માર્કેટયાર્ડ (MARKET YARD) માંથી વર્ષે કરોડો રૂપિયાના (CRORE RUPEES) મરી મસાલાનો એક્સપોર્ટ (EXPROT) દુનિયાના અનેક દેશોમાં થાય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી એક્સપોર્ટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેનાથી ઊંઝા એક્સપોર્ટરો (EXPORTERS) દ્વારા ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલને (DINESH PATEL) રજૂઆત કરાઇ છે.

૫૬ લાખને બદલે માત્ર ૨૮ લાખ બોરીનું એક્સપોર્ટ થયું..

ઊંઝા માર્કેટ યાર્ડમાંથી દર વર્ષે જીરૂ , વરિયાળી , ઇસબગુલ સહિત અનેક મસાલાઓનું એક્સપોર્ટ વિદેશોમાં કરવામાં આવે છે. પરંતુ હાલમાં ચાઇના સહિત અનેક દેશો દ્વારા પોતાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાંથી માલ મોકલવામાં આવે છે તેમાં પેસ્ટીસાઈઝ નું પ્રમાણ વધારે હોવાને અહીં એક્સપોર્ટરોનો માલ રિજેક્ટ થાય છે.

છેલ્લાં વર્ષે ઊંઝા માર્કેટ યાર્ડમાંથી ૫૬ લાખ ટન બોરીનું એક્સપોર્ટ થયું હતું. જે આ વર્ષે અંદાજિત ૨૮ લાખ ટન બોરી જેટલું જ થયું છે.

ખેડૂતો દવાનો વધુ ઉપયોગ કરે છે..

એક્સપોર્ટર મિતેશ પટેલ જણાવ્યું કે જીરું , વરિયાળી અને ઈસબગુલ સંવેદનશીલ પાક છે. અન્ય પાકોની સરખામણીએ મસાલા પાકોમાં રોગ જીવાતો ઝડપી લાગે છે. વધુ ઉતારો મેળવવા માટે ખેડૂતો દવાનો વધુ ઉપયોગ કરે છે. જેથી માલ વિદશેમાં રિજેકટ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.