વિદ્યાર્થીના હિત (STUDENTS INTEREST) માટે નવો નિર્ણય શિક્ષણ વિભાગ (EDUCTION DEPARTMENT) દ્વારા લેવાયો છે. શિક્ષણ મંત્રી (EDUCTION MINISTER) જીતુ વાઘાણી (JITU VAGHANI) જાહેરાત કરી છે કે ધોરણ 10માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થીઓને (STUDENTS) પત્ર ધોરણ 11માં સાયન્સમાં પ્રવેશ મળશે. B ગ્રુપમાં પ્રવેશને પાત્ર રહેશે.
આજ થી ધોરણ 10નાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જીતુ વાધાણીએ જણાવ્યું કે , અત્યાર સુધી ધોરણ 10 ગણિત બેઝિકના વિદ્યાર્થી રાખનારે તેને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મળતો ન હતો. તેથી નિર્ણય લેવાયો કે,તેથી બેઝિક રાખનારે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ એટલે કે બી ગ્રુપમાં પ્રવેશ મળશે. બાયોલોજી , ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં તેઓ પ્રવેશને પાત્ર રહેશે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપતા હોય છે. ત્યારે તેમાંથી 1.5 થી 2 લાખ વિદ્યાર્થીઓને પોતાની પસંદગીની તક મળે તે માટે આ નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. તેથી આ જાહેરાત તેમના કારકિર્દી માટે માઈલસ્ટોન સાબિત થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.