દોસ્તો, જોવા જઈએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે દેશભરના જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ગુજરાતની રાજનીતિમાં ફરીથી સક્રિય થયા છે. ૨૦૧૪ની ચૂંટણી બાદ તેઓ પ્રથમ વખત ગુજરાતની રાજનીતિમાં સક્રિય થયા હોવાનું મનાય છે.
પ્રશાંત કિશોરે સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને રાજકારણમાં જોડવાનું કામ શરૂ કર્યું છે. અને યુવાનો પાસે ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે. રાજનીતિમાં રસ ધરાવતા યુવાનો ડેટા લેવામાં આવી રહ્યો છે. તેઓ નામ વિધાનસભા નું નામ તેમજ તમે કઈ પાર્ટી ને સમર્થન કરો છો વગેરેની વિગત મેળવી રહ્યા છે.મહત્વની વાત તો એ છે કે પ્રશાંત કિશોર 2022માં ગુજરાત કોંગ્રેસના રણનીતિકાર તરીકે જોડાય શકે છે.
Youth in politics નામનું પેજ બનાવ્યું છે. રાજકારણ માં બેઠેલા પક્ષને અવારનવાર ઉભો કરનાર રણનીતિકાર પ્રશાંત કિશોર એ આ પેજ બનાવ્યું છે. જેના પરથી જોઇ શકાય છે કે ૨૦૨૨ માં આવનારી ચૂંટણીમાં પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસના રણનીતિકાર તરીકે જોડાઈ શકે છે. હાલ તો રાજકારણમાં રસ ધરાવતા હોય તેવાં યુવાનોનો ડેટા મેળવાઈ રહ્યો છે.તેમજ અન્ય વિગતો પણ મેળવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.