સુરત જિલ્લામાં ફરી એક વખત રાજકીય અને સહકારી અગ્રણીનો મહિલા સાથે બીભત્સ કથિત વીડિયો વાઇરલ થતા હડકંપ.

સુરત જિલ્લાના રાજકારણમાં ફરી એક વખત રાજકીય અને સહકારી અગ્રણીનો બીભત્સ વીડિયો વાઇરલ થતા ખળભળાટ મચી ગયો છે,સુરતના બારડોલી તાલુકાના સહકારી અને રાજકીય અગ્રણી અજીત પટેલનો એક ઘરની બહાર મહિલા સાથે બિભત્સ વર્તન કરતો કરતો હોવાનો કથિત વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે,કથિત વીડિયોમાં મહિલા પણ બિન્દાસપણે નેતાના બાહુપાશમાં દેખાઈ રહી છે તેમજ બંને એકબીજાને ચુંબન કરતા નજરે પડી રહ્યા છે.

આ વીડિયો વાયરલ થતાંની સાથે સુરત જિલ્લાના સહકારી અને રાજકીય ક્ષેત્રમાં  હડકંપ મચી ગયો છે,અગાઉ પણ આ પ્રકારના વિડીયો અને ફોટોએ ભારે વિવાદ છેડ્યો કર્યો છે,જોકે વિધાન સભાની ચૂંટણી પહેલા આ પ્રકારના વિડીયો થી રાજકીય માહોલ ગરમાયો છે.જોકે આ વાયરલ થયેલા કથિત વીડિયોને અજીત પટેલે નકાર્યો છે અને તેને ખોટો હોવાનો બતાવ્યો છે.

સુરત જિલ્લા ભાજપના નેતાઓનો રંગરલીયા મનાવવાનો શોખ પક્ષની છબી વધુને વધુ ખરાબ કરી રહ્યો છે.ત્યારે વધુ એક નેતાનો આવો જ રંગરલીયા માનવતો કથિત વિડીયો સામે આવતા ચકચાર મચી ગઇ છે. સુરત તાપી જિલ્લાની મોટી સહકારી સંસ્થા અને બારડોલી તાલુકાના અગ્રણી મહિલા સાથેના રંગરેલીયા કેમેરામાં કેદ થયા છે. એક મહિલા ઘરનો દરવાજો ખોલી બહાર આવે છે.અર્ધનગ્ન હાલતમાં આ મહિલાને મળવા માટે નેતા પણ તેના દરવાજા પાસે આવી મહિલાને આલિંગન આપી તેની સાથે બીભત્સ હરકત કરતા નજરે પડે છે,આ સમગ્ર હરકત કેમેરામાં કેદ થઈ ગઇ હોય તેવું વીડિયો પરથી લાગી રહ્યું છે. રંગીલા સ્વભાવના આ નેતા રોજ રાત્રે મહિલા સાથે રંગરલીયા માનવતા હોવાની વાતો પણ વહેતી થઈ છે.

જોકે હાલ આ અંગે અજીત પટેલે આ વીડિયો ખોટો હોવાનું જણાવ્યું છે,વીડિયોમાં કોઈએ બનાવટ કરી બદનામ કરવાનું કાવતરું હોવાનું અજીત પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે આ મામલે કોઈ પણ નેતા કોઈ બોલવા તૈયાર નથી,જિલ્લા નેતા ફોન ઉઠવાનું બંધ કર્યું છે,વિડીયો સાચો છે કે કેમ એ અંગે આવનારા દિવસોમાં વિવાદ ઉભો થશે,જોકે આ વીડિયો બાદ ફરી એક વાર રાજકીય અને સહકારી નેતા નું ચરિત્ર સામે આવ્યું છે, સહકારી સંસ્થા અને રાજકીય નેતાના જે પ્રકારના વિડીયો અને વિવાદો સામે આવી રહ્યા જેનાથી સહકારી અને રાજકીય ક્ષેત્રની ગરિમાને લાંછન લાગી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.