દિલ્હી કેપિટલ્સનાં કેપ્ટન રિષભ પંત ગયા થોડા સમયથી સતત ચર્ચામાં છે. હાલમાં જ દિલ્હી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં એક નો બોલનાં નિર્ણયને લઈને પંત એમ્પાયરો સાથે વિવાદમાં ઉતર્યા હટ અને તેઓ મેદાનથી ખેલાડીઓને પાછા બોલાવતા પણ જોવા મળ્યા હતા. પછી પંત પર મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો. આવું જ કંઈક એક વાર ફરી જોવા મળ્યું છે અને ગુરુવારે દિલ્હી અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ દરમિયાન પંત એક વાર ફરી એમ્પાયર સાથે નો બોલને લઈને દલીલ કરતા જોવા મળ્યા હતા.
IPL 2022ની 41મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સાથે કેકેઆરની ટીમ હતી. દિલ્હીએ આ રોમાંચક મુકાબલાને 4 વિકેટથી પોતાને નામ કર્યો. પરંતુ કેકેઆરના દાવ દરમિયાન, ક્રિકેટ ફેન્સે એક વાર ફરી દિલ્હીનાં કેપ્ટન રિષભ પંતને નો બોલને લીઈને એમ્પાયર સાથે દલીલ કરતા જોયા. જણાવી દઈએ કે દિલ્હી તરફથી લલિત યાદવ 17મી ઓવર ફેંકી રહ્યા હતા. ત્યારે જ અ ઓવરના ત્રીજા બોલમાં તેમણે એક હાઈ ફૂલ ટોસ નાંખ્યો.અને આ બોલને એમ્પાયરે નો બોલ જાહેર કર્યો અને ત્યારે જ પંત એમ્પાયર સાથે એક વાર ફરી દલીલમાં ઉતર્યા.
રિપ્લેમાં જોવા મળ્યું કે લલિત યાદવનો આ બોલ નીતીશ રાણાની કમરથી ઉપર હતો અને તેને નો બોલ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ પંત આ બોલને લઈને સતત એમ્પાયરને સવાલ કરતા જોવા મળ્યા.અને એમ્પાયરનાં ઘણું સમજાવ્યા બાદ પંત માન્ય કે આ બોલ લિગલ ન હતો. જોકે ત્યાર પછીનો બોલ ફ્રી હીટ હતો, તેના પર કેકેઆરનાં બેટ્સમેન ફાયદો ન ઉઠાવી શક્યા અને તેમણે માત્ર સિંગલ રન જ લીધો.
જણાવી દઈએ કે આ પહેલી વાર ન હતું જ્યારે પંત એમ્પાયર સાથે નો બોલને લઈને દલીલો કરવા લાગ્યા હતા. આ પહેલા જયારે દિલ્હીની ટીમ રાજસ્થાન રોયલ્સ સાથે મુકાબલો કરી રહી હતી અને ત્યારે પણ મોટી બબાલ જોવા મળી હતી. આ મેચની છેલ્લી ઓવરમાં દિલ્હીને 36 રનની જરૂર હતી અને રોવમેન પોવેલે પહેલા ત્રણ બોલ પર લાંબી સિક્સર ફટકારી હતી. પરંતુ ત્યાર પછીનો બોલ ફૂલ ટોસ હતો, જેનાપર પંત સહિત દિલ્હી ઘણા ખેલાડીઓ સવાલ ઉઠાવવા લાગ્યા હતા. પરંતુ મએમ્પાયરે બોલને લિગલ જાહેર કરતા બાદ પંત ભડકી ગયા અને તેમણે મેદાન પરથી પોતાના ખેલાડીઓને પાછા આવવા માટે પણ કહ્યું હતું. ત્યાર બાદ પંત પર મેચ ફીસનો 100 ટકા દંડ લાગ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.