અમદાવાદમાં ફરી એકવાર દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવી છે. જેનાં કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમદાવાદનાં સનાથલ ગામની સીમમાં દીપડો દેખાયો છે અને તેણે નીલગાયનું મારણ પણ કયુઁ હોવાનું સામે આવ્યું છે.શહેરમાં દીપડો દેખાયો હોવાની માહિતી વનવિભાગને મળતાં તેઓ સચઁ ઓપરેશન હાથ ધર્યું છે.
હાલ સનાથલ ગામની સીમમાં દીપડાનાં પગલાંને આધારે તપાસ શરૂ કરી છે. દીપડો પકડવા માટે વનવિભાગે ગામની સીમમાં ૪ પાંજરા પણ મૂકયા હોવાની વાત છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પણ ૪ મહિના પહેલાં આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો.
આખા ગુજરાતનાં વન્ય પટ્ટાઓમાં દીપડાની ખૂબ જ દહેશતનાં કારણે વન વિભાગ પહેલાંથી જ ત્રાહિમામ છે.ત્યારે ગુજરાતમાં ગત બે મહિનામાં અરવલ્લી, સૌરાષ્ટ્ર, ગાંધીનગરમાં દીપડો દેખાયા બાદ હવે અમદાવાદમાં પણ દીપડો ફરતો હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.