વાગરાના પહાજ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અન્ય એક ઘાયલ
News Detail
ભરૂચ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે,જિલ્લામાં દર ૨૪ કલાકે અકસ્માત ની ઘટનાઓ બનતી સામે આવી રહી છે,કેટલાક બનાવોમાં કેટલાય લોકો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાય લોકો ઇજાગ્રસ્ત હાલત માં સારવાર લેવા મજબૂર બની રહ્યા છે,તે જ પ્રકારની અકસ્માતની વધુ એક ઘટના વાગરા તાલુકામાં માંથી સામે આવી છે,
વાગરા ના પહાજ ગામ પાસે આજે સવાર ના સમયે અકસ્માત ની ઘટના બનવા પામી હતી,જેમાં બ્રેઝા કાર નું ટાયર ફાટતા કાર સામે આવી રહેલ બાઇક માં ઘુસી ગઇ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે,આ અકસ્માતમાં બાઇક સવાર વ્યક્તિ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે,તેમજ ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે નજીક ની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે,
અકસ્માતની ઘટના બાદ સ્થળ પર લોક ટોળા જામ્યા હતા તેમજ ઘટનાની જાણ વાગરા પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે સ્થળ પર દોડી જઈ મામલે નોંધ લઇ મૃતક ની લાશ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવા સાથે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.