ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશ્વમાં સૌથી વધારે ગોલ નોંધાવનારો ફૂટબોલર બની ગયો છે. પ્રીમિયર લીગમાં શનિવારે રાત્રે ટોટેનહમ સામે માન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી રમતા રોનાલ્ડોએ આ સિદ્ધિ નોંધાવી હતી.અને આ મેચમાં રોનાલ્ડોએ એક-બે નહીં પણ ત્રણ શાનદાર ગોલ ફટકાર્યા હતા અને ટીમને આ મેચ 3-2થી જીતાડી દીધી હતી.
રોનાલ્ડોના ગોલની સંખ્યા હવે 807 થઇ ગઇ છે. આ રેકોર્ડ અગાઉ 805 ગોલ ફટકારનારા ચેક રિપબ્લિકના મહાન ખેલાડી જોસેફ બાઇકનના નામે હતો. નોંધનીય છે કે ઇન્ટરનેશનલ મેચોમાં સૌથી વધારે ગોલનો રેકોર્ડ પાછલા વર્ષે જ રોનાલ્ડોએ પોતાના નામે કર્યો હતો.અને મેચનો પ્રથમ ગોલ 25 યાર્ડથી રોનાલ્ડોએ જ એક ઝડપી રોકેટ કિકથી કર્યો હતો. થોડી મિનિટોમાં જ તેણે પોતાનો 806મો ગોલ કર્યો હતો.
વર્ષમાં ત્રીજો મોકો હતો કે જ્યારે રોનાલ્ડોએ સૌથી વધારે ગોલનો રેકોર્ડ તોડયો હતો. પૂર્વ રેકોર્ડ હોલ્ડર બાઇકને વાસ્તવમાં પોતાની કેરિયરમાં કુલ કેટલા ગોલ કર્યા તેના ઉપર ભ્રમ બનેલો છે. ચેક ફૂટબોલ એસોસિયેશન અનુસાર આ આંકડો 815 છે.અને મહાન ફૂટબોલર પેલે પણ દાવો કર રહ્યા હતાં કે તેમણે ની 1283 ગોલ કર્યા છે.
વર્ષમાં ત્રીજો મોકો હતો કે જ્યારે રોનાલ્ડોએ સૌથી વધારે ગોલનો રેકોર્ડ તોડયો હતો. પૂર્વ રેકોર્ડ હોલ્ડર બાઇકને વાસ્તવમાં પોતાની કેરિયરમાં કુલ કેટલા ગોલ કર્યા તેના ઉપર ભ્રમ બનેલો છે. ચેક ફૂટબોલ એસોસિયેશન અનુસાર આ આંકડો 815 છે. અને મહાન ફૂટબોલર પેલે પણ દાવો કર રહ્યા હતાં કે તેમણે ની 1283 ગોલ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.