AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર હુમલાના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીઓએ મુખ્ય આરોપી સચિન શર્માને ગેરકાયદેસર હથિયારો પૂરા પાડ્યા હતા. જો કે પોલીસ આ બાબતે પુરી તકેદારી રાખી રહી છે. અને થોડા સમય પહેલા અસદુદ્દીન ઓવૈસી પર હુમલાના મુખ્ય આરોપી સચિન શર્મા અને શુભમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ચુકી છે.
જણાવી દઈએ કે 3 ફેબ્રુઆરીના રોજ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર ફાયરિંગ થયું હતું. આ મામલામાં હાપુરના એસએસપી સર્વેશ કુમાર મિશ્રાએ જણાવ્યું કે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.અને તેની પણ પૂછપરછ કરવામાં આવશે.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) પર હુમલાનો મુખ્ય આરોપી સચિન શર્મા અને તેના પાર્ટનર શુભમે પૂછપરછ દરમિયાન ઘણા મહત્વના ખુલાસા કર્યા છે. અને તેમણે જણાવ્યું કે જે હુમલો હાપુડના છીઝારસી ટોલ પર થયો હતો, જો હુમલાખોરોને તક મળી હોત તો સપ્ટેમ્બર મહિનામાં આ હુમલો થયો હોત, તે વધુ ઘાતક અને જીવલેણ બન્યો હતો.
પોલીસે મુખ્ય આરોપી સચિન શર્મા પાસેથી 9 એમએમની પિસ્તોલ જ્યારે શુભમ પાસેથી 32 બોરની રિવોલ્વર મળી હતી. સચિન શર્માએ પણ 3થી 4 વખત પ્રયાસ કર્યો હતો.અને ઓવૈસીની રેલીઓમાં ઘણી વખત પહોંચ્યા પણ તક મળી નહોતી.
પૂછપરછ દરમિયાન સચિન શર્માએ જણાવ્યું કે સપ્ટેમ્બરમાં સંભલમાં એક રેલી દરમિયાન ઓવૈસી પાસે પહોંચી ગયો હતો, પરંતુ તે હુમલો કરે તે પહેલા ભીડે તેને ત્યાંથી પાછળ ધકેલી દીધો હતો અને આમ ત્યારે હુમલાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.