જોવા જઈએ તો રાજ્યમાં હિટ એન્ડ રન કેસમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે પૂર્વ વિસ્તારમાં પૂર ઝડપે વાહન હંકારનાર ના કારણે હીટ એન્ડ રન તથા અકસ્માતે મોતના બનાવો વધી ગયા છે.આવી જ એક ધટના ગઈકાલે નારોલ થી વિશાલા જવાના રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી.
નારોલ થી વિશાલા જતા રોડ ઉપર બોલેરો એ ટક્કર મારતાં અજાણ્યા યુવકનું મોત. ટક્કર થી બાઈક ચાલક પણ ઈજાગ્રસ્ત.
આ કેસની વિગત એવી છે કે નિકોલ વિસ્તારમાં સહજાનંદ પાસે પ્રેરણા બંગલોમાં રહેતા અને પ્રહલાદ નગરમાં વ્યવસાય કરતા દિલીપસિંહ રાજપુત એ ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનના બોલેરો ચાલક સામે ગુનો નોંધાવ્યો છે. ગઈકાલે યુવક બાઈક લઈને નારોલ થી વિશાલા જવાના રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. આ સમયે પટેલ મેદાન પાસે ૩૦ વર્ષનો યુવક પણ રોડ ક્રોસ કરતો હતો. ત્યાં પુર ઝડપે આવી રહેલી બોલેરો કારના ડ્રાઈવરે પોતાના વાહનોના સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા યુવકને ટક્કર મારી હતી. જેથી યુવક કારનાં વ્હીલ નીચે આવી જતા માથું ફાટી ગયું હોવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
https://www.youtube.com/watch?v=wUy8NEL90h8
બીજીતરફ બોલેરોની ટક્કરથી ફરિયાદી યુવક પણ બાઇક સાથે રોડ પર પટાકાયો હતા,જેને કારણે તેઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમના બાઇક પણ ભારે નુકસાન થયું હતું. અકસ્માત સર્જીને વાહન લઇને ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. ટ્રાફિક પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોધી ત્યાં આસપાસમાં લગાડેલા સીસીટીવી ફૂટેજ આધારે ડ્રાઇવરની શોધખોલ તથા મૃતક યુવકની ઓળખ પરખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.