મોદી સરકાર (MODI GOVERNMENT) આગામી સમયમાં એલપીજી (LPG) ગ્રાહકોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે. દેશમાં ૧લી ડિસેમ્બરથી ગેસ સિલિન્ડરના (GAS CYLINDER) ભાવમાં ઘટાડો કરે તેવી શક્યતા સંભાવના છે. પેટ્રોલિયમ કંપનીઓ તરફથી ગેસ એજન્સી (GAS AGENCY) સંચાલકોને આ સંદર્ભેમાં સંકેત મળ્યા હોવાનું કહેવાય છે.
સૂત્રોએ જણાવ્યું છે કે , દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ મળી આવ્યા પછી ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડનાં ભાવમાં પ્રતિ બેરલ ૧૦ ડોલરનો ધટાડો થયો હતો. જે એપ્રિલ ૨૦૨૦ પછી સૌથી મોટો ઘટાડો છે.દેશમાં સામાન્ય રીતે સરકારી રિટેલ ઓઈલ કંપનીઓ પ્રત્યેક મહિનાની ૧લી તારીખે રાંધણ ગેસના ભાવની આંતરાષ્ટ્રીય ભાવના સ્તરે સમીક્ષા કરે છે.
વર્તમાન ઘટાડાને પગલે આ બેઠકમાં એલપીજીના ભાવમાં ઘટાડો કરવા અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે.નિષ્ણાંતોનું માનવું છે કે હાલ પૂર્વોત્તરના રાજ્યો ઝારખંડ , મધ્યપ્રદેશનાં આદિવાસીઓ વિસ્તારો , અંદમાન અને છત્તીસગઢમાં ગ્રાહકોને રાંધણગેસ પર સબસિડી અપાઈ રહી છે. ડિસેમ્બરથી આખા દેશમાં રાંધણગેસ પર સબસિડી ફરીથી શરુ કરે તેવી શક્યતાઓ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.