વધુ એક મોંઘવારીનો માર પેરાસિટામોલ સહિત 800થી વધુ દવાઓ મોંઘી થશે

તેલ, દાળ અને ઈંધણ બાદ દેશમાં દવાઓ પણ મોંઘી થવા જઈ રહી છે. દવા મૂલ્ય નિયામક એનપીપીએએ મૂલ્ય નિયંત્રણ હેઠળ આવનારી જરૂરી અને અનુસૂચિત દવાઓની કિંમતોમાં મહત્તમ 10.7% વધારાની શુક્રવારે મંજૂરી આપી છે. અને તેના કારણે જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી (એનએલઇએમ) હેઠળ 800થી વધુ દવાઓની કિંમત એપ્રિલથી વધી જશે.

આ યાદીમાં પેરાસિટામોલ, બેક્ટીરિયલ ઇન્ફેક્શનના સારવારમાં ઉપયોગમાં લેવાતી એજીથ્રોમાઇસિન જેવી એન્ટીબાયોટિક્સ, એન્ટી-એનીમિયા, વિટામિન્સ અને મિનરલ્સ જેવી દવાઓ આવે છે.અને કોવિડ-19 દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓ અને સ્ટેરોઇડ પણ યાદીમાં સામેલ છે.

મૂલ્ય નિયંત્રણ હેઠળ આવનારી આ જરૂરી દવાઓની કુલ ફાર્મા બજારમાં 16% હિસ્સેદારી છે.અને નેશનલ ફાર્માસ્યૂટિક્લ્સ પ્રાઇસિંગ ઓથોરિટીએ શુક્રવારે જાહેર નોટિસમાં કહ્યું, આ વધારો જથ્થાબંધ ભાવ સૂચકાંકના અનુરૂપ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.