૨૦૨૨ ની ચૂંટણી પહેલા રાજ્યમાં વધુ એક સમાજ માં માંગ ઉઠી છે, કે તે સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ પાટીદાર હોય, ઠાકોરોનો અને આદિવાસી સમાજ બાદ હવે ચૌધરી સમાજ માંથી માંગ ઉઠી છે કે ગુજરાતના મુખ્યમંત્રી તેમના સમાજ માંથી બને.
ગુજરાતમાં શંકર ચૌધરી જ હોવો જોઈએ તેવી માંગ કરતો વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખેડૂત ચૌધરીની હાજરીમાં નિવેદન આપે છે કે, મુખ્યમંત્રી ખેડૂતપુત્ર હોવો જોઈએ. અને તે શંકર ચૌધરી હોવો જોઈએ.
https://www.youtube.com/watch?v=2zIeRq29-AI
શંકર ચૌધરી ચોંકી ગયાં હતાં. અને ખેડૂતને બેસી જવા ઈશારો કરે છે.ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ અલગ અલગ સમાજ દ્વારા પોતાના સમાજનો મુખ્યમંત્રી હોવાની ઈચ્છાઓ વ્યકત કરવા લાગ્યા છે
ત્યારે હવે બનાસકાંઠામાં શંકર ચૌધરીને મુખ્યમંત્રી બનાવવા માંગ ઉઠી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.