રવિવારે (SUNDY) કોલકતામાં (KOLKATA) રમાયેલી ન્યૂઝીલેન્ડ (NEW ZEALAND) સામેની ત્રીજી ટી ટ્વેન્ટી (T-20) મેચ માં કેપ્ટન (CAPTAIN) રોહિત શર્માએ (ROHIT SHARMA) નવો રેકોર્ડ (NEW RECORD) બનાવ્યો છે. આ મેચમાં ભારતે (INDIA) ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ઓપનિંગમાં આવેલા રોહિત શર્માએ ચોગ્ગા અને છગ્ગા નો વરસાદ કર્યો હતો. આ દરમિયાન રોહિત શર્માએ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં (INTER NATIONAL) પોતાની ૧૫૦ સિકસર પૂર્ણ કરી હતી.
તેણે ટી-ટ્વેન્ટી ઇન્ટરનેશનલ માં સૌથી વધુ વખત ૫૦+ સ્કોર કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો . કોલકતામાં રમાયેલી ત્રીજી ટી-ટ્વેન્ટી મેચ ના રોહિત શર્માએ ૫૬ રન બનાવ્યા હતા. ઈશ સોઢીએ પોતાની ઓવરમાં જ રોહિત શર્માનો શાનદાર કેચ પકડયો હતો.
FIFTY for the Skipper 👏👏@ImRo45 brings up his 26th T20I half-century in 27 deliveries.
Live – https://t.co/kbSRlDEQf1 #INDvNZ @Paytm pic.twitter.com/UZAFjUssw5
— BCCI (@BCCI) November 21, 2021
રોહિત શર્માએ પોતાની ઈનિંગમાં ૩૧ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ સિકસર ફટકારી હતી. તમને જણાવી દઈએ કે ગત મેચમાં રોહિત શર્માએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ૪૫૦ સિકસર પૂર્ણ કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકંદરે સૌથી વધુ સિકસર મારવાનો રેકોર્ડ ક્રિસ ગેલનાં નામે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.