ભાવનગરમાં લિફ્ટ પડી જવાની ઘટનામાં વધુ એક મજૂરનું સારવાર દરમિયાન મોત થયું છે. ચાર મજૂરો હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે બેના મોત શુક્રવારે ઘટનાસ્થળે જ થા હતા.
News Detail
તાજેતરમાં જ ભાવનગરમાં લિફ્ટ પડવાની ઘટના બની હતી જેમાં ઘટના સ્થળે 2 મજૂરના મોત થયા હતા જ્યારે 6ને સારવાર માટે ખસેડાયા હતા જેમાંથી વધુ એકનો જીવ ગયો છે. મોતની લિફ્ટ સાબિત થઈ છે. 17 ફેબ્રુઆરીના રોજ લિફ્ટ તૂટી જવાની ઘટના બની હતી. જેમાં બે લોકોના કરૂણ મોત થયા હતા હવે ત્રીજી વ્યક્તિએ પણ દમ તોડ્યો છે. ચાર મજૂરો હજુ પણ સારવાર હેઠળ છે. પ્રાપ્ત વિગતો અનુસાર અંકિત સુભાષચંદ્ર નામના મજૂરનું મોત થયું છે. લિફ્ટ તૂટી પડવાની ઘટનામાં કુલ મૃત્યુઆંક હવે ત્રણ પર પહોંચી ગયો છે.
ભાવનગરમાં લિફ્ટ પડની ઘટનાનો આ બનાવ 17 ફેબ્રુઆરીએ બે દિવસ પહેલા વિદ્યામંદિર સ્કૂલની બાજુમાં આવેલી GIDCમાં થયો હતો. સરટી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને પહોંચતા કરાયા હતા. જેમાં એકનો જીવ હોસ્પિટલમાં બચી શક્યો નથી જ્યારે બાકીનાની પણ સારવાર ચાલી રહી છે.
ભાવનગર શહેરમાં આવેલી ચિત્રા GIDC સ્થિત સાંઈ કોલ્ડ સ્ટોરેજમાં લિફ્ટ પડી જવાની આ બેદરકારી કયા કારણોસર થઈ. આ લિફ્ટ કઈ રીતે પડી, શું કોર્પોરેશને આ લિફ્ટને એનઓસી આપી હતી જો આપી હતી તો આ પ્રકારની બેદરકારીનું બીજું કારણ શું છે. તે મામલે પણ તપાસ થવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.