કેન્દ્ર સરકાર તરફથી લાગૂ કરવામાં આવેલી વન નેશન, વન રાશન કાર્ડ યોજના હવે સમગ્ર દેશમાં લાગૂ થઈ ગઈ છે અને આસામમાં સૌથી છેલ્લા આ યોજના લાગૂ થઈ અને તેની સાથે દેશના તમામ રાજ્ય આ યોજનાના દાયરામાં આવી ગયા. વન નેશન, વન રાશન કાર્ડ યોજના રાશન કાર્ડની પોર્ટેબિલિટી યોજના છે, જેમાં કોઈ પણ જગ્યાનું રાશન કાર્ડ કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય છે. તેનું કામ આધાર કાર્ડ સાથે જોડાયેલુ હોય છે અને એટલા માેટ બાયોમેટ્રિક ડેટાના આધાર પર રાશન કાર્ડની સુવિધા કોઈ પણ જગ્યાએ મેળવી શકાય છે. આ યોજના સમગ્ર દેશમાં લાગૂ થવાની જાણકારી મંગળવારે ખાદ્યમંત્રાલય દ્વારા આપવામાં આવી છે.
વન નેશન વન રાશન કાર્ડ યોજના અંતર્ગત લાભાર્થીઓને નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ, 2013નો ફાયદો આપવામાં આવે છે અને આ યોજનાના લાભાર્થીઓ દેશના કોઈ પણ પોઈન્ટ ઓફ સેલ મશીનથી જોડાઈને ફેર પ્રાઈસ શોપ પર પોતાના કોટાની સબ્સિડીવાળું રાશન મેળવી શકે છે. તેમાં કોઈ પણ જગ્યાનું રાશન કાર્ડ કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય છે. બાયોમેટ્રિક વેરિફિકેશનના આધારે ગ્રાહકોને સબ્સિડીવાળુ અનાજ આપવામા આવે છે. ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, આસામ વન નેશન વન રાશન કાર્ડ યોજના લાગૂ કરનારુ 36મું રાજ્ય બની ગયું છે. તેની સાથે સમગ્ર દેશમાં આ યોજના લાગૂ થઈ ગઈ છે. ઓએનઓઆરસી સ્કીમ ઓગસ્ટ 2019માં શરૂ કરવામાં આવી હતી.
છેલ્લા બે વર્ષમાં ખાસ કરીને કોવિડ મહામારી દરમિયાન વન નેશન વન રાશન કાર્ડ યોજનાથી લાભાર્થીઓને ખૂબ લાભ પહોંચ્યો છે. રાશન કાર્ડ પોર્ટેબિલિટીના કારણે શ્રમિક વર્ગ પોતાના કામના સ્થળે સબ્સિડીવાળુ રાશન મેળવી શકે છે. ભલે તેમનું રાશન કાર્ડ કોઈ અન્ય રાજ્ય અથવા જિલ્લાનું હોય. આ વર્ગને ધ્યાને રાખતા ઓએનઓઆરસીની યોજના શરૂ કરવામાં આવી હતી. શ્રમિકો પોતાના કામના કારણે મોટા ભાગે રાજ્યો બદલતા રહે છે. જેને લઈને તેમને રાશન લેવામાં ભારે તકલીફ પડે છે. સરકારે આ સ્કીમ ખાસ આવા લોકો માટે શરૂ કરી છે. આ યોજના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી રાશન લઈ શકશે.
વર્ષ 2019થી લઈને અત્યાર સુધીમાં રાશન કાર્ડ સાથે જોડાયેલ 71 કરોડ પોર્ટેબલ ટ્રાંજેક્શન થયા છે અને જેના માધ્યમથી લોકોને રાશન આપવામાં આવે છે. તેમાં 40,000 કરોડ રૂપિયાની સબ્સિડીનુનં અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. હાલના મહિનામાં લગભગ 3 કરોડ પોર્ટેબલ ટ્રાંજેક્શન થઈ રહ્યા છે. જેમાં લાભાર્થીઓને ફુડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત રાશનનો ફાયદો આપવામાં આવી રહ્યો છે અને તેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ પણ મળે છે. જે દેશના કોઈ પણ ખૂણેથી લઈ શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.