બ્રહ્મપુત્રામાં બે હોડીઓ સામસામે ટકરાતા એક બોટની સમાધિ. લાપતાની શોધખોળ.

આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં ગત રોજ મોટી હોડી દુધઁટના સજાઁઈ હતી. જેમાં યાત્રીઓથી ખીઓખીચ ભરેલી બે હોડીઓ વચ્ચે ટક્કર થઈ હતી. જોરહાટ જિલ્લાના નિમતીધાટ ખાતે આ બનાવ બન્યો હતો. બુધવારના રોજ ધટેલી આ દુર્ઘટના બાદ રેસ્કયુ ઓપરેશન સતત શરુ છે.

આ દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં ૮૨ લોકોને બચાવી લેવાયા છે. જયારે ૭ લોકો હજુ લાપતા છે. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત પણ નિપજયું છે. તમને જણાવી દઈએ કે, જોરહાટમાં નિમતિધાટ પાસે એક હોડી ડૂબી ગઈ હતી.

હવે આ રેસ્ક્યુ ઓપરેશનમાં સેના અને વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે. આ દુર્ઘટનાને લઈને પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ પણ દુ:ખ વ્યક્ત કયુઁ છે.

આ ટીમ વિશાળકાય બ્રહ્મપુત્રા નદીમાં અનેક કિમી સુધી શોધખોળ કરતાં લોકોની તપાસ કરી રહી છે. આ બચાવ કામગીરીમાં NDRF સિવાય, જિલ્લા પ્રશાસન અને રાજયની પોલીસ પણ કામે લાગી છે.

ગુરુવારે સવારનાં રોજ સાત લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું હતું. અત્યાર સુધી ૮૨ લોકોને બચાવી લેવામાં આવ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.