ભાવનગર માં મકાન ધરાશાયી થતા એક નું મોત થઈ ગયું છે.
અહીંના ભાદેવાની શેરી ખાતે આવેલ એક મકાન ધરાશાયી થતા ચાર વ્યક્તિઓ કાટમાળ હેઠળ દટાયા હતા જે પૈકી એક મહિલાનું કરૂણ મોત થયું હોવાની વિગતો જાણવા મળી છે જ્યારે ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી.
આજે વહેલી સવારે મકાન તૂટી પડવાની ઘટના બની હતી આ ઘટના ની જાણ થતાં જ ફાયર બ્રિગેડ નો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને કાટમાળ માં ફસાયેલા 4 વ્યક્તિઓ ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી,અને જેમાંથી એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ ને ઇજાગ્રસ્ત થતા 108 મારફતે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.