વાહન ચલાવવાનું શિખવા માટે પહેલાં તો એકાગ્રતા અને રસ હોવો જોઈએ. જો શીખવનાર ગમે તેટલું શિખવે પરંતુ તમને શિખવામાં રસ જ ન હોય તો તમે તે શિખી શકો નહીં.
આપને જાણીને નવાઈ લાગશે કે બ્રિટનની ૪૭ વષઁની મહિલા ઈસાબેલ સ્ટેડમેન ૩૦ વષઁથી ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરવાની કોશિશ કરે છે. પરંતુ તે સફળ થતી નથી. તેણે લાયસન્સ મેળવવા માટે ૧૦ લાખ રૂપિયા ખર્ચ કરી ચૂકી છે.
તેણે ૧૦૦૦થી વધુ વાર તો ટેસ્ટ આપી છે. તે કહે છે કે હું કારમાં પ્રવેશ કરુ છું ત્યારે ભયંકર અનુભવ થાય છે.
અચાનક જ તેનું સ્ટ્રેસ લેવલ વધી જાય છે. તે પોતાનાથી દુર રહેતાં સગા સંબંધીઓ કાર ડ્રાઇવિંગ કરીને મળવા જવા ઈચ્છે છે. તેનાં બે સંતાને ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરી લીધી છે.
પરંતુ તે મદદ કરી શકતાં નથી તેનો અફસોસ રહે છે. તેના બંને બાળકોમાં બ્લેક આઉટ કોઈ જ સમસ્યા નથી એ જાણીને રાહત રહે છે. તે ડ્રાઈવિંગ શીખવા માંગે છે. તેને જરાં પણ નફરત ચડી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.