રાજ્યમાં મહિલાઓ પર દુષ્કર્મના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છ. ત્યારે રાજકોટમાં વધુ એક કેસ નોંધાયો છે અને જેમાં જૂનાગઢની યુવતી ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ યુવતીએ ઝેરી દવા પીને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હતી, અને જૂનાગઢના સૂરજ સોલંકી નામના ભૂવાએ 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. પરંતુ રાજકોટ મહિલા પોલીસે દવા પીધેલી હાલતમાં આવેલી યુવતીને સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે ખસેડી સારવાર કરાવી હતી.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયામાં સુસાઇડ નોટની પોસ્ટ મૂકીને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.અને જેમાં તેણે સૂરજ સોલંકી નામના ભુવાએ ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.અને એટલું જ નહીં સુસાઈડ નોટમાં સૂરજ સોલંકીના બે મિત્રો સંજય સોહેલિયા અને ગુંજન જોશી પરેશાન કરતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે સંજય સોહલિયાએ અમદાવાદ આશ્રમ રોડ સર્કલ નજીક ગાડીમાં બેસાડી માર મારી ગાડીમાંથી ફેંકી દીધાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાતા ખળભળાટ મચ્યો છે.
આ ઘટનામાં ભોગ બનેલી યુવતીએ પોતાની પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, હું 10 મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી નામના ભૂવા પાસે જોવડાવવા ગઈ હતી અને ત્યારે ભૂવા તરીકે જાણીતા સુરજ સોલંકીએ મને તેનો પર્સનલ મોબાઈલ નંબર આપ્યો હતો. થોડા સમય સુધી વાતચીત થયા બાદ તેને મને લગ્નનું વચન આપ્યું હતું, અને મને ખોટી રીતે ભ્રમિત કરીને 10 મહિના સુધી મારું શારીરિક શોષણ કર્યું હતું. આ સમય દરમિયાન હું પ્રેગ્નેન્ટ થઈ હતી, પરંતુ સુરજના મનમાં કંઈક બીજું ચાલતું હતું તેણે મને દવા આપી હતી અને છેલ્લાં 1 મહિનાથી મને મૂકીને ચાલ્યો ગયો હતો.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, ભૂવા તરીકે જાણીતા સુરજ સોલંકીએ થોડા સમય બાદ સોશિયલ મીડિયામાં મને ઘરવાળી બનાવીને મારા ફોટા વાઇરલ કરી દીધા હતા.અને ત્યારબાદ હું સુરજને મનાવવા માટે અમદાવાદ ગઈ હતી પણ આશ્રમ રોડ સર્કલ ઉપર સુરજના એક મિત્ર દ્વારા મને ગાડીમાં બેસાડી સંજયભાઈ સોહલિયાએ માર માર્યો અને ગાડીમાંથી ફેંકી દીધી હતી. એટલું જ નહીં સુરજનો અન્ય એક મિત્ર ગુંજન જોશી સોશિયલ મીડિયામાં લાઈવ થઈને મને બદનામ કરે છે. હવે મારે ક્યાંય જવા જેવું રહ્યું નથી. મને આમાંથી કોઈ રસ્તો મળતો નથી એટલે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી.
મળતી માહિતી મુજબ સૂરજ ભુવાજી તરીકે જાણીતો છે અને સોશિયલ મીડિયામાં લાખોની સંખ્યામાં તેના ફોલોઅર્સ પણ છે હવે જોવું રહ્યુ કે આવા દેવી દેવતાના નામ પર અંધશ્રદ્ધા ફેલાવતા ઢોંગી પર પોલીસ શુ કાર્યવાહી કરે છે અને અંધશ્રધ્ધા નો વેપાર બંધ થાય છે કે કેમ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.