જૂનાગઢમાં હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા એક શખ્સ ને તેના ઘરમાંથી 3.184 કિલો ગાંજાનો જથ્થા સાથે ઝડપી લઈને બે શખ્સ સામે સી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કર્યો છે જુનાગઢ એસઓજીને બાતમી મળી હતી કે અહીં હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા એક શખ્સ ગાંજાનું વેચાણ કરે છે પોલીસે બાતમીના આધારે ગત રાત્રે ઘરની તલાસી લેતા એક ડબ્બામાંથી 3.184 કિલો ગાંજાનો જથ્થો મળી આવતા તેને કબજે લઈ પૂછતાજ કરતા આ જથ્થો ત્રણ દિવસ પહેલા અંબાજી બસ સ્ટેન્ડ સામે રીમો નામના વ્યક્તિ પાસેથી 75 હજારમાં લાવીને છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને શખ્સો સામે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
News Detail
જૂનાગઢમાં ગત રાતે એસઓજીએ અહીંના હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા એક શખ્સને તેના ઘરમાંથી 3.184 કિલો ગાંજા ના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો તથા બે શખ્સો સામે સી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જુનાગઢ એસઓજી ને બાતમી મળી હતી કે અહીંના હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા જીગ્નેશ નામનો એક શખ્સ ગાંજાનું વેચાણ કરે છે તેને લઈને ગત રાતે પોલીસે અહીં એલ -43, બ્લોક નંબર 342 માં રેડ કરી હતી અહીં ઘરમાં રહેતા જીગ્નેશ ઉર્ફે જીગો વિનોદ ગોંધીયા ઉમર વર્ષ 48 નામના શખ્સ ને ઝડપી લઈને તેના ઘરની તલાસી લેવામાં આવી હતી ત્યારે તલાસી લેતા એક ડબ્બામાંથી 31840 ની કિંમતનો 3.184 કિલ્લો ગાંજાનો જથ્થો મળી આવતા તેને કબજે લઈ ને પૂછતાજ કરતા તેમણે જણાવ્યું હતું કે આ જથ્થો તે ત્રણ દિવસ પહેલા અંબાજી બસ સ્ટેન્ડ પાસેથી રીમો નામના શખ્સ પાસેથી 75 હજારમાં લાવીને છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. બાદ પોલીસે બંને શખ્સો સામે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.