વન-ડે ક્રિકેટમાં વિરાટ કોહલીનો તાજ ખતરામાં, રોહિત શર્મા છીનવી શકે છે તેની ખુરશી

વન ડે ક્રિકેટમાં દુનિયાના નંબર એક બેટ્સમેન વિરાટ કોહલીની ખુરશી ખતરમાં છે. તેની ખુરશી બીજું કોઈ નહીં પણ રોહિત શર્મા છીનવી શકે છે. આઈસીસીની વન ડે રેંકિંગમાં વિરાટ કોહલી 895 અંકોની સાથે ટોપ પર છે. જ્યારે 863 અંકો સાથે રોહિત શર્મા વન ડે રેંકિંગમાં બીજા સ્થાને છે. આ બંને બેટ્સમેન ઉપરાંત અન્ય કોઈ ભારતીય બેટ્સમેન ટોપ 10માં સામેલ નથી. ખરાબ ફોર્મને કારણે શિખર ધવન 19મા સ્થાને પહોંચી ગયો છે.

બેટ્સમેન ઉપરાંત જસપ્રિત બુમરાહ દુનિયાના નંબર 1 બોલરના સ્થાન પર કબ્જો જમાવીને રાખ્યો છે. 797 અંકોની સાથે તે ટોચ પર છે. જ્યારે ન્યુઝીલેન્ડનાં ફાસ્ટ બોલર ટ્રેટ બોલ્ટ 740 અંકોની સાથે બીજા સ્થાને છે. વેસ્ટ ઈન્ડીઝની સામે શાનદાર પ્રદર્શ કરનાર અફઘાનિસ્તાનનાં સ્પિનર મુઝીબ ઉર રહમાને સાઉથ આફ્રિકાનાં બોલર કાગિસો રબાડાને પછાડીને ત્રીજા સ્થાને પોતાનો કબ્જો જમાવી લીધો છે.

વન ડે ઓલરાઉન્ડ રેંકિંગમાં હાર્દિક પંડ્યા એકમાત્ર ભારતીય ખેલાડી છે. 246 રેટિંગ અંક સાથે તે 10મા સ્થાને છે. તો ઈંગ્લેન્ડનો એકમાત્ર પોતાના દમ પર વર્લ્ડ કપ જીતાડનાર બેન સ્ટોક્સ 319 અંકો સાથે ટોપ પર છે. તો ટી-20 રેંકિંગમાં દીપક ચાહરે મોટી છલાંગ લગાવી છે. તેણે 88 અંકોની છલાંગ લગાવી ટી-20 રેંકિંગમાં 42મા સ્થાને પહોંચી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.