ભારતના અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ઇજાગ્રસ્ત થવાના કારણે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચની વનડે ઇન્ટરનશેનલ સીરીજથી બહાર થઇ ગયા છે અને તેની જગ્યાએ મુંબઇના ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને ટીમમાં જગ્યા મળી શકે છે.
ભુવનેશ્વર બુધવારે સમાપ્ત થયેલી ટી20 સીરીજ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા. બીસીસીઆઇના અધિકારીએ ગોપનીયતાની શરત પર પીટીઆઇને કહ્યું, ભુવનેશ્વર સીરીજથી બહાર થઇ ગયા છે અને શાર્દુલ ટીમમાં તેની જગ્યા લેશે.
શાર્દુલ બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 આંતરરાષ્ટ્રીય સીરીજની ટીમમાં હતા અને ગુરુવાર સુધી તેને બરોડા વિરુદ્ધ રણજી મેચમાં મુંબઇમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. ભુવનેશ્વરની ઇજા અંગે હાલ પૂર્ણ રીતે જાણકારી મળી શકી નથી. પરંતુ માનવામાં આવે છે કે તેની માંસપેશીઓમાં અતિશય દુખાવો થઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.