OnePlusનો અત્યાર સુધીનો મોંઘો ફોન OnePlus 10 Pro આ મહિને લોન્ચ થશે, કિંમત થઈ ગઈ લીક જાણો..

OnePlus લેટેસ્ટ ફલેગશિપ ડિવાઈસ એટલે કે OnePlus 10 Pro આ મહિને ભારતમાં લોન્ચ કરશે.અને બ્રાન્ડનું ફ્લેગશિપ ડિવાઈસ 31 માર્ચે ભારતમાં લોન્ચ થશે. જો કે, આ ફોન પહેલા જ ચીનના માર્કેટમાં લોન્ચ થઇ ચૂક્યો છે, એટલે જ આના ફીચર્સ વિશેની ડિટેલ માહિતી મળી શકે છે, પણ ભારતીય બજારમાં આની કિંમતની માહિતી સામે આવી છે, જે અનેક યૂઝર્સને આશ્ચર્યચકિત કરી શકે છે. OnePlus 9 Pro ગત વર્ષે લોન્ચ થયો હતો અને આની કિંમતે OnePlusના ફેન્સને આશ્ચર્યચકિત કર્યા હતા.

કંપનીએ આ ડિવાઈસને 64,000 રૂપિયાની શરૂઆતી કિંમત પર લોન્ચ કર્યો હતો અને તેના ટોપ વેરિયન્ટની કિંમત 69,999 રૂપિયા હતી. એટલે કે, OnePlusનો આ ફોન સેમસંગ અને એપલના પ્રીમિયમ પ્રોડક્ટ્સના લાઈનઅપમાં પહોંચી ગયો છે.અને ટિપ્સટર અભિષેક યાદવે OnePlusના અપકમિંગ સ્માર્ટફોનની લીક પ્રાઈઝ શેર કરી છે.

ટિપ્સટરના મુજબ OnePlus 10 Pro સ્માર્ટફોન બે સ્ટોરેજ વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે.અને આના બેસ વેરિયન્ટની કિંમત 66,999 રૂપિયા હોય શકે છે, જ્યારે આનો ટોપ વેરિયન્ટ 71,999 રૂપિયામાં લોન્ચ થઇ શકે છે.અને આની સાથે જ યૂઝર્સને અન્ય લોન્ચ ઓફર્સ મળવાની આશા છે, પણ પ્રશ્ન એ છે કે, શું આ પ્રાઈઝ રેન્જમાં તમે OnePlusની ખરીદી કરશો.

થોડા વર્ષો પહેલા OnePlusની માર્કેટ ઈમેજ ફ્લેગશિપ કિલરની હતી, પણ ગત અનેક વર્ષોથી કંપનીએ પોતાની સ્ટ્રેટજીમાં બદલાવ કર્યો છે અને કિંમતમાં વધારો કરવો અને તે પણ આનો જ પરિણામ છે.

OnePlusના આ ફોનને ઇન્ટરનેશનલ માર્કેટમાં પહેલા જ લોન્ચ કરી દીધો છે. ફોનમાં 6.7 ઇંચનો LTPO 2.0 AMOLED સ્ક્રીન મળે છે, જે 120 Hz રિફ્રેશ રેટ સપોર્ટ અને QHD+ રિઝોલ્યૂશનની સાથે આવે છે.અને આમાં Qualcomm Snapdragon 8 Gen 1 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 12 GB રેમ અને 256 GB સ્ટોરેજના ઓપ્શન સાથે આવે છે.

ફોનમાં 5000mAh ની બેટરી 80Wના ચાર્જિંગ સપોર્ટ સાથે મળશે. હેન્ડસેટમાં 50W ની વાયરલેસ ચાર્જિંગ મળે છે. ડિવાઈઝમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો મેન લેન્સ 48MPનો છે અને આ ઉપરાંત, ફોનમાં 50MP નો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 8MPનો ટેલીફોટો લેન્સ મળે છે. ફ્રન્ટમાં કંપનીએ 32MPનો સેલ્ફી કેમેરો આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.