હાલમાં આઈલીએલ તેના અંતિમ તબક્કામાં છે ત્યારે ઓનલાઈન સટ્ટો રમાડતા બુકીઓ પણ નવી નવી મોડ્સ ટેકનીક અપનાવી રહ્યા છે ત્યારે હવે ઓનલાઈન સટ્ટો રમાડનારા બુકીઓ હાઈટેક બની ગયા છે. પોલીસને ઊંઘતી રાખી બુકીઓએ ક્રિકેટ સટ્ટાની નવી જ ટેકનિક અપનાવી છે જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.
મળતી માહિતી મુજબ કાફેના ચાના કપમાં ક્રિકેટ સટ્ટાની એપ્લિકેશનનો QR કોડ આવે છે અને ટી પોસ્ટ કાફે ના ચા ના કપમાં સટ્ટા માટે હાઇટેક એપ્લીકેશન બનાવવામાં આવી છે. એપ્લીકેશન ખુલતા વોટ્સ એપનો લોગો આવે છે અને તે ક્લિક કરતા ડાયરેક્ટ વોટ્સ એપ ચેટ ખુલે છે અને તેમાં આઈડી બનાવવાની ઓફર આપવામાં આવે છે.
જોકે જાણ થતાં કાફે દ્વારા આ કપ આપવાના બંધ કરવામાં આવ્યા છે અને સાથે જ પોલીસ માટે પણ આવા હાઈટેક બુકીઓ પડકાર રૂપ બન્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.