ધૈર્યરાજસિંહના ઈલાજમાં કુલ ખર્ચનું 55 ટકા ડોનેશન બાકી છે,ઓનલાઈન માધ્યમથી પ્રાપ્ત થઈર હ્યું છે ડોનેશન

ધૈર્યરાજસિંહની મદદ માટે ઓનલાઈન ડોનેશનમાં પણ મોટી રકમ પ્રાપ્ત થઈ રહી છે. છેલ્લા 20 દિવસમાં કુલ રકમના 45 ટકા દાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે. ધૈર્યરાજની જીંદગી બચાવવા માટે ઓનલાઈનથી 2 લાખ 16 હજાર જેટલા લોકોએ પોતાનું ડોનેશન આપ્યું છે.

SMA-1 નામની બીમારી લાખોમાં કોઈ એક બાળકને થતી હોય છે. તો સામાન્ય પરિવારના કોઈ બાળકની આ બીમારી દૂર કરવા માટે 16 કરોડ જેવી મોટી રકમ લાવવી એ અકલ્પનિય છે. જેના માટે સહિયારો સાથ હોવો જરૂરી છે.

લોકો ઓનલાઈન પેમેન્ટની મદદથી 10રૂપિયાથી હજારો રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે.

ડોનેશન માટેની બેન્કની માહિતી: A/C NO : 700701717187237
IFSC CODE : YESB0CMSNOC
NAME : DHAIRYARAJSINH RATHOD 

દેશ વિદેશમાં પણ લોકોને જેમ જેમ ખબર પડી રહી છે. તેમ લોકો ત્યાંથી પણ ઓનલાઈન પેમેન્ટ આપી રહ્યા છે. આ સાથે ગુજરાતના તમામ ક્ષેત્રે આગળ કલાકારો અને અભિનેતાઓ સહિત રાજનેતાઓ પોતાના તરફથી લોકોને અપીલ કરી રહ્યા છે.

કિન્નર સમાજે પોતના સભ્યો પાસેથી રૂપિયાની ઉઘરાણી  શરૂ કરી દીધી છે. આ તમામ સભ્યો દ્વારા 65 હજાર જેટલી માતબર રકમ પણ ભેગી કરી દેવામાં આવી છે.

આ અપીલથી પ્રેરાઇને થલતેજમાં વસતા પટેલ પરિવારે ધૈર્યરાજના જીવન માટે દાન કર્યુ છે. કેમ કે થલતેજમાં વસતા સુનિલ પટેલના 24 વર્ષના એકના એક પુત્ર નિશીતનું તાજેતરમાં અવસાન થયું છે.

એક વ્યક્તિએ દાનમાં પોતાની સોનાની વીંટી આપી પોતાની ઉદારતા દાખવી હતી. આ સાથે આ દાન ગુપ્ત રાખવા માટે પોતાનું નામ અને ગાડી નંબર પણ આપવાની મનાઇ કરી હતી. આ અંગે જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.