ઓનલાઈન રસીની ઓફર આપી રહ્યા છે માફિયા,ચીનમાં રેડ દરમિયાન 3 હજાર મળી નકલી રસી

ગ્લોબલ પોલીસ સંગઠન  (Interpol)એ બુધવારે કહ્યું કે ચીન અને દક્ષિણ આફ્રીકાની પોલીસે કોરોનાની રસીના હજારો નકલી ડોઝ જપ્ત કર્યા છે.

આ શીશીઓથી 2400 લોકોને રસી લગાવી શકાય છે. સ્થળ પરથી મોટા જથ્થામાં નકલી માસ્ક પણ મળી આવ્યા છે. આ દરમિયાન ચીનના 3 અને જામ્બિયાના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

ઈન્ટરપોલમાં મહાસચિવ જુએરગેન સ્ટોકે કહ્યું કે આ રેડનું અમે સ્વાગત કરીએ છીએ. પરંતું અમને લાગે છે કે આ કોઈ મોટા રેકેટનો સાવ નાનકડો ભાગ છે. ચીનમાં પણ પોલીસ નકલી રસી વેચનાર ગેંગની શોધ કરી રહી છે

ઈન્ટરપોલના જણાવ્યાનુંસાર ચીનમાં પોલીસે નકલી કોરોનાની રસીબનાવી રહેલી મેન્યૂફેક્ચરિંગ યુનિટમાં રેડ મારી. આ દરમિયાન 80 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી અને 3 હજાર નકલી રસી મળી. ઈન્ટરપોલે કહ્યું કે તેમને માહિતી મળી છે . નકલી રસી બનાવવનારી ગેંગે પોતાની ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ પણ તૈયાર કરી છે.

તેવામાં જો કોઈ સંસ્થા ઓનલાઈન રસી આપવાની ઓફર આપે છે તો સમજી જજો કે તે ફેક છે. તમારા સ્વાસ્થ્યને સંકટ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.