આ નવા નિયમ અનુસાર લર્નિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન રહેશે. એટલે કે એપ્લીકેશનથી લઈને લાયસન્સની પ્રિન્ટિંગ પ્રોસેસ પણ ઓનલાઈન રહેશે.
રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનું રીન્યુઅલ હવે 60 દિવસ એડવાન્સમાં કરી શકાશે. આ સિવાય ટેમ્પરરી રજિસ્ટ્રેશનની સમય સીમા પણ 1 મહિનાથી લઈને 6 મહિના કરી દેવામાં આવી છે.
આ કામ ટ્યૂટોરિયલની મદદથી ઘરે બેઠા ઓનલાઈનકરી શકાય છે. આ પગલું કોરોના મહામારીના સમયમાં મોટી રાહત આપશે.
માર્ચના અંતમાં સડક અને પરિવહન મંત્રાલયે વધતા કોરોના સંકટને જોતા મોટર વ્હીકલ ડોક્યૂમેન્ટ જેવા કે ડ્રાઈવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ, પરિવહનની વૈધ્યતાને 30 જૂન 2021 સુધી વધારાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.