તમારી પાસે એક શાનદાર તક છે. કોલકાતા બેઝ્ડ સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કરતી કંપની શ્યામ મેટાલિક્સ એન્ડ એનર્જી લિમિટેડ તમને આ તક આપી રહી છે. કંપની બજારમાં IPO લાવવાની યોજના બનાવી રહી છે, જેના દ્વારા તમે પહેલા જ દિવસે સારી કમાણી કરી શકો છો. ઉલ્લેખનીય છે કે કંપનીએ IPO માટે પ્રાઇસ બેન્ડ નક્કી કરી દીધો છે. ચાલો જાણીએ તમારે કેટલા રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.
સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની શ્યામ મેટાલિક્સ એન્ડ એનર્જી 14 જૂનના રોજ તેના 909 કરોડ રૂપિયાના ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) લોન્ચ કરશે. ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ 303-306 રૂપિયા પ્રતિ શેર નક્કી કરાયો છે. તમે 14થી 16 તારીખ વચ્ચે તેમાં રોકાણ કરી શકો છો. જ્યારે એંકર રોકાણકારો માટે બોલી 11 જૂનના રોજ ખુલશે.
OFS દ્વારા પણ થશે વેચાણ
ઉલ્લેખનીય છે કે પબ્લિક ઇશ્યૂ 657 કરોડ રૂપિયાનું કરશે. ઉપરાંત ઓફર ફોલ સેલ માટે 252 કરોડ રૂપિયાના શેર વેચાણ મમાટે રજૂ કરશે. પાત્ર કર્મચારીઓને અંતિમ રજૂઆત મૂલ્ય પર પ્રતિ શેર 15 રૂપિયાની છૂટ આપવામાં આવશે.જણાવી દઇએ કે વેચાણ માટે પ્રસ્તાવમાં શુભમ કેપિટલ દ્વારા 37 કરોડ સુધીના શેરોના વેચાણ, શુભમ બિલ્ડવેલ દ્વારા 63 કરોડ રૂપિયા, કલ્પતરુ હાઉસફિન એન્ડ ટ્રેડિંગ દ્વારા 25 કરોડ રૂપિયા, ડોરાઇટ ટ્રેકોન દ્વારા 30 કરોડ રૂપિયા અને નારંતક દ્વારા 97 કરોડ રૂપિયાનું વેચાણ સામેલ છે.
ફંડ ક્યા ઉપયોગ કરશે
IPO દ્વારા મેળવેલા 657 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની તેની અને તેની સહયોગી કંપની SSPLનું દેવુ ચુકવવામાં કરશે.આ IPO માટે Shyam Metalicsએ તેના લીડ મેનેજર તરીકે ICICI Securities, એક્સિસ કેપિટલ Axis Capital), IIFL Securities, જેએમ ફાઇનેન્શિયલ (JM Financial) અને એસબીઆઈ કેપિટલ (SBI Capital)ની નિમણૂંક કરી છે.
કંપનીનો વેપાર
કંપનીના વેપારની વાત કરીએ તો કંપનીએ 13 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં 42 ડિસ્ટ્રીબ્યૂટર્સની ટીમ છે. ઓરિસ્સાના સંબલપુર અને પશ્ચિમ બંગાળમાં જમુરિયા અને મંગલપુર વિસ્તારમાં તેના કુલ 3 કારખાના છે.
કંપની પર દેવું
ઉપરાંત કંપની પર કુલ 381.12 કરોડ રૂપિયાનું દેવુ છે, જ્યારે તેની સાથી કંપની પર 398.60 કરોડ રૂપિયાનું દેવુ હતુ. કંપની પર કુલ 886.29 કરોડ રૂપિયાનું દેવું છે.
નફો
નાણાકિય વર્ષ 2020-21ના ડિસેમ્બર ત્રિમાસિક સુધી કંપનીની કુલ રેવન્યુ 3933.08 કરોડ રૂપિયા હતી.
ગત વર્ષે આ જ સમયગાળા દમિયાન કંપનીની કુલ આવક 3283.09 કરોડ રૂપિયા હતી.Shyam Metalicsને ડિસેમ્બર ત્રિમાસિકમાં 456.32 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો.ગત વર્ષના Q3માં કંપનીનો ચોખ્ખો નફો 260.36 કરોડ રૂપિયા હતો.
https://www.youtube.com/watch?v=YNApefSbmrM
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.