સામાન્ય રીતે આપણે કોઈપણ પ્રિન્ટીંગ પ્રેસ વિશે નું દ્રશ્ય મગજમાં વિચારીએ ત્યારે આ વ્યવસાયમાં ભારેખમ મશીનો ફક્ત પુરુષો જ કામ કરતા જોવા મળે છે. પરંતુ વિસનગર શહેરમાં આવેલ એક પ્રિન્ટીંગ પ્રેસ આર ધારણાને સાવ ખોટી પાડી છે. આ નગરીમાં છેલ્લા ૩૦ વર્ષથી ચાલતું પ્રિન્ટીંગ પ્રેસ ફક્ત મહિલાઓ દ્વારા સંચાલિત છે.
વિસનગરમાં સ્થિત ૩૦ વર્ષ પહેલાં સ્થાપિત કરાયેલો આ પ્રિન્ટીંગ પ્રેસ હાલ મહિલા સશક્તિકરણ નું એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. ૩૦ વર્ષ પહેલા માત્ર દસ મહિલાઓ થી શરૂ થયેલું આ પ્રિન્ટીંગ પ્રેસ આજે ૭૦૦ જેટલા મહિલા મેમ્બર ધરાવે છે એનું સંપૂર્ણ સંચાલન મહિલા ટીમ દ્વારા કરવામાં આવે છે. અને મહિલાઓ પોતાના નવરાશના સમયમાં આ પ્રિન્ટીંગ પ્રેસ થકી કામની આર્થિક રીતે પગભર બની છે.
વાર્ષિક બે કરોડથી પણ વધુનું ટર્નઓવર ધરાવતા આ પ્રિન્ટિંગ પ્રેસમાં થી જે પણ કંઈ પણ નફો થાય એ તમામ મહિલાઓની વચ્ચે વહેંચાઈ જાય છે. જેથી આ પ્રિન્ટીંગ પ્રેસ વિસનગરની મહિલાઓ માટે આર્થિક કમાણીનું એક મહત્વનું માધ્યમ બની ગયું છે. ખરેખર ધન્ય છે, આ મહિલાઓની વિચારસરણીને..
https://www.youtube.com/watch?v=5y4slk8mwAE
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.