ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરની સુરક્ષામાં તહેનાત પોલીસ જવાનો પર હથિયારોથી હુમલો કરી નારેબાજી કરનાર અને મંદિરમાં ઘૂસી જનાર શખસનું જામનગર કનેકશન ખૂલ્યું છે અને જેમાં થોડા સમય માટે તેના પિતા ખાનગી કંપનીમાં લો-ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે મુર્તઝા પણ ખાનગી કંપનીમાં જોડાયો હતો, પરંતુ તેને અનફિટ જાહેર કરાયો હતો. જે-તે સમયે મુર્તઝાની ટૂંકી સારવાર જામનગરમાં થઈ હોવાનું જાણવા મળે છે.
ગોરખનાથ મંદિરમાં ઘૂસી પોલીસ પર હુમલો કરી નારેબાજી કરી આતંક મચાવનાર અહેમદ મુર્તઝા મુનીર અબ્બાસીનું જામનગર કનેકશન ખૂલ્યું છે અને જેમાં પિતા મુનીર અબ્બાસી 4 વર્ષ જેટલો સમયગાળો જે-તે સમયે જામનગરમાં એક ખાનગી કંપનીમાં લો-ઓફિસર તરીકે ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતા. જ્યારે મુર્તઝાને ત્યારે ખાનગી કંપનીમાં નોકરી મળી ગઈ હતી, પરંતુ તે નોકરી પર જતો નહોતો અને ઘરે રૂમમાં બેસી રહેતો હતો.અને જેથી રાજીનામું લઈ લેવાયું હતું અને બીજી નોકરીમાં તેને અનફિટ જાહેર કરાયો હતો.
ગોરખપુર મંદિરના હુમલાખોરનું જામનગરનું કનેક્શન ખૂલતાં સ્થાનિક પોલીસની સાથોસાથ આઇબી સહિતની સરકારી એજન્સીઓ પણ ચોંકી હતી અને સંબંધિત કંપની સહિતનાં સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.