ગુજરાતની (Gujarat news) ચૌદમી ગુજરાત (Gujarat Election) વિધાનસભાના છેલ્લા સત્રનો પ્રારંભ થયો છે. આ ચૌદમું ગુજરાત વિધાનસભા બજેટ સત્ર (Gujarat Budget 2022) રાજ્યની ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સરકારનું પહેલું બજેટ છે.અને જ્યારે વિપક્ષના નેતા સુખરામ રાઠવાનું પણ પહેલું વિધાનસભા સત્ર છે. તો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ માટે પણ આ પહેલું જ બજેટ છે.
વિપક્ષ દ્વારા પણ સરકારને વિધાનસભા ગૃહમાં ઘેરવા માટે પેપર લીક કાંડ, જમીન કૌભાંડ અને રાજકોટ તોડકાંડ જેવા સળગતા મુદ્દાઓ પર હોબાળો કર્યો હતો.
વિધાનસભામાં શરૂઆતમાં જ દિવંગત ધારાસભ્યો, લતા મંગેશકરને શોકાંજલી આપી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો કર્યો હતો. વિપક્ષે ડ્રગ્સ, પેપરલીક, કોરોના સહાય મુદ્દે નારેબાજી કરી હતી. ગૃહમંત્રીના રાજીનામાની કોંગ્રેસે કરી માગ અને ગોવિંદ પરમારના લેટર બૉમ્બ મુદ્દે નારેબાજી કરવામાં આવી હતી.
કોંગ્રેસના સુત્રોચ્ચાર વચ્ચે રાજ્યપાલે પોતાનું સંબોધન ટૂકાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો હતો. કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા હતા કે, ‘ભાજપ તારા રાજમાં ડ્રગ્સ માફિયા મોજમાં…’ કોંગ્રેસના ધારાસભ્યોએ ગોવિંદ પટેલના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા.અને ગોવિંદભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. ગોવિંદભાઇને અભિનંદન ભાઈ અભિનંદન.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.