સંસદના શિયાળુ સત્રનો (WINTER SESSION PARLIMENT) આજે પ્રારંભ થયો છે. તેમાં કેન્દ્રીય કૃષિમંત્રી(UNION MINISTER AGRICULTURE) નરેન્દ્રસિંહ તોમરે (NARENDRASINH TOMARE) લોકસભા અને રાજ્યસભામાંથી કૃષિ કાયદો (AGRICULTURAL LAW) પાછું ખેંચવાનું બિલ રજુ કર્યું અને બંને ગૃહમાંથી પાસ થઈ ગયું છે. જો કે લોકસભામાં (LOKSHBHA) જ્યારે તોમર બિલ રજૂ કરી રહ્યા હતા. ત્યારે વિપક્ષ ચર્ચાની માગણી પર હોબાળો કરી રહ્યું હતું .
ત્યારબાદ સ્પીકર ઓમબિરલાએ ગૃહની કાર્યવાહીને ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. વિપક્ષ કૃષિ કાયદા પર ચર્ચાની માગણી કરી રહ્યું છે. જોકે સૂત્રોએ કહ્યું કે સરકાર કૃષિ કાયદા પર ચર્ચા માટે તૈયાર નથી. સરકારનું કહેવું છે કે જ્યારે પ્રધાનમંત્રી મોદી માફી માંગી ચૂક્યા છે તો પછી ચર્ચાની વાત નહીં.
5કોંગ્રેસ એમએસપી એટલે ટેકાના ભાવ પર કાયદો બનાવવા અને આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાની માંગણી કરી રહ્યા છે. કોંગ્રેસ તેલના વધતા જતા ભાવ પર પણ ચર્ચા કરવા પ્રસ્તાવના આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.