સ્મીમેર પ્લસ હોસ્પિટલમાં દાખલ દર્દીનું, મૃત્યુ થતા સ્ટાફે અન્ય કોઇ દર્દીના,ઓરિજનલ ડોકયુમેન્ટની ફાઈલ મૃતક દર્દીના પરિવારજનોને,સોંપી દીધી હતી

સ્મીમેર પ્લસ હોસ્પિટલમાં દાખલ દર્દીનું મૃત્યુ (PATIENT DEATH) થતા સ્ટાફે અન્ય કોઇ દર્દીના ઓરિજનલ ડોકયુમેન્ટ (DOCUMENTS)ની ફાઈલ મૃતક દર્દીના પરિવારજનોને સોંપી દીધી હતી. જેના કારણે આજે મૃતક દર્દીના પરિવારે મનપામાં આ મામલે ફરિયાદ કરી છે. આ ઘટના આજે સ્મીમેરના સત્તાધીશો સુધી પહોંચતા દર્દીના પરિવારનો સંપર્ક કરી ઓરિજનલ ડોકયુમેન્ટ જમા કરાવવા મૃતક દર્દીના સગાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

મૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વતની અને હાલ કતારગામ બાળાશ્રમ પાછળ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા 47 વર્ષીય રતીલાલ ખીમજી કાતરીયા હાલ માનસિક રોગી હતાં. તેઓને રાત્રે ઉંઘ ન આવતી હોવાને કારણે તેઓ રાત્રે ઉંઘની દવા લેતા હતા. તેઓની તબિયત લથડતા તેઓને ગત તારીખ 19 એપ્રિલના રોજ પરિવારજનો સ્મીમેર હોસ્પિટલમાં લઇ આવતા દાખલ કરવામાં આવ્યા હતા. જયાં આરટીપીઆર (RT-PCR) કરાવતા તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સ્ટાફે અગાઉ 19મી તારીખે મૃત્યુ પામેલા હીરાલાલ કલ્યાણભાઇ સોનાણી નામના દર્દીના ઓરિજિનલ ડોકયુમેન્ટ કાતરીયા પરિવારનો સંપર્ક કરી સોંપી દીધા હતાં. પરિવારે જે તે દિવસ મૃતકની ચિંતામાં હતા એટલે ડોકયુમેન્ટ જોયા પણ ન હતા. પરંતુ ઘરે ગયા બાદ આ ભોપાળુ બહાર આવ્યું હતું. જેથી આજે પરિવારે ભેગા મળી શહેરના પ્રથમ નાગરિક મેયર, જિલ્લા કલેકટર અને પોલીસ કમિશરને આવેદનપત્ર આપી જવાબદારો સામે કડક પગલા લેવાની માંગ કરી હતી

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.