”આપણાં પૂર્વજ હિન્દુ હતા”મૌલાના બદરૂદ્દીન અજમલે કરી બકરી ઇદ પર ગાયની બલી ન આપવાની અપીલ…

લોકસભાના સાંસદ અને ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના પ્રમુખ મૌલાના બદરૂદ્દીન અજમલે આસામના મુસ્લિમોને હિન્દુઓની ભાવનાઓનું સન્માન કરવાની અપીલ કરી છે અને તેમણે ઇદ-ઉલ-અજહા દરમિયાન ગાયોની બલિ ન આપવાની અપીલ કરી છે.બદરૂદ્દીન અજમલ આસામ રાજ્યના જમિયત ઉલેમા (ASJU)ના અધ્યક્ષ પણ છે અને જે દેવબંદી સ્કૂલ ઓફ થિંક સાથે સંબંધિત ઈસ્લામિક વિદ્વાનોના મુખ્ય સંગઠનોની ટોપ બોડી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કેટલાક લોકો હિન્દુ રાજ બનાવવાનો પ્રયત્ન કરીને હિન્દુસ્તાનને સમાપ્ત કરવા માગે છે.

બદરૂદ્દીન અજમલે કહ્યું કે, હિન્દુ રાજ ક્યારેય સપનામાં પણ નહીં હોય અને તેઓ આ દેશમાં મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે એકતાને તોડી નહીં શકે. જો તમે ઇદ પર એક દિવસ માટે ગાય નહીં ખાઇએ તો મરી નહીં જઇએ. આપણે તો તેને હિન્દુ ભાઈઓ સાથે મનાવીએ છીએ અને આપણાં બધા પૂર્વજ હિન્દુ હતા. તેઓ ઇસ્લામમાં આવ્યા કેમ કે, તેમાં વિશેષ ગુણ છે, જે અન્ય ધર્મોની ભાવનાઓનું સન્માન કરવાનું છે. બદરૂદ્દીન અજમલે કહ્યું કે, AIUDFના અધ્યક્ષ અજમલે હાલમાં જ કહ્યું હતું કે, હિન્દુઓનો સનાતન ધર્મ ગાયને મા માને છે અને તેની પૂજા કરે છે.

તેમણે કહ્યું કે, આપણે તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડવી જોઈએ. ઇસ્લામી મદ્રેસા દારૂલ ઉલૂમ દેવબંદે વર્ષ 2008માં સાર્વજનિક અપીલ કરી હતી કે, બકરી ઇદ પર ગાયની બલિ આપવામાં ન આવે. તેણે એમ પણ કહ્યું હતું કે, આ વાતનો કોઈ ઉલ્લેખ કે અનિવાર્યતા નથી કે ગાયની જ બલિ આપવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટી (BJP) સસ્પેન્ડેડ પ્રવક્તા પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અને જવાબમાં ભીષણ હત્યાઓના વિવાદ પર પણ તેમણે ટિપ્પણી કરી.

બદરૂદ્દીન અજમલે કહ્યું કે, મુસ્લિમોએ પ્રતિક્રિયા ન કરવી જોઈએ. તેની જગ્યાએ તેમણે પ્રાર્થના કરવી જોઈએ કે, ભગવાન નૂપુર શર્મા જેવા લોકોને બુદ્ધિ આપે. જે લોકો માથું કાપવાની વાત કરે છે તે મૂર્ખાઈ છે. તેમણે એ વાતની પણ ના પડી કે પાર્ટી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને વોટ આપી શકે છે અને પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીને લઈને દેશ-વિદેશમાં પ્રદર્શનો પણ થયા તો સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને ફટકાર લગાવતા ટી.વી. પર આવીને દેશ પાસે માફી માગવાની વાત કહી છે.આ દરમિયાન કેટલીક જગ્યાએ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા માટે ધમકીઓ અને હત્યા કરવામાં આવી. હાલમાં જ બહુચર્ચિત હત્યાઓમાં ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલ અને અમરાવતીમાં ઉમેશ કોલ્હેની હત્યા એટલે કરી દેવામાં આવી કેમ કે, તેમણે નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.