અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. તા. ૧૩ સપ્ટેમ્બર સુધીમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકયાઁ છે. જયારે સાદા મલેરિયાનાં ૮૭, ઝેરી મેલેરિયાનાં ૦૯ ,ચિકનગુનિયાનાં ૯૧ કેસ નોંધાયા છે.
ગત વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ઝાડા ઉલ્ટીનાં ૧૭૫૦ કેસની સરખામણીએ દોઢ ગણા વધીને ૨૪૧૨ ,કમળાનાં કેસ ૫૪૦ની તુલનામાં ૮૬૬ થયા છે.
આગામી દિવસોમાં ઝાડા ઉલ્ટી, ટાઈફોઈડનાં, કમળાનાં કેસમાં વધારો થવાની શકયતા હોવાનું માનવામાં આવે છે. શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. અને તેનાં પગલે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધુ વકરે તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.