સુરત શહેરમાં ઉપરા ઉપરી હત્યાઓ ના બનાવો બનતા સુરત માં લોકો પોતાને હવે અસુરક્ષિત મહેસુસ કરી રહયા છે અને સુરત માં છેલ્લા 14 દિવસમાં નવમી હત્યા ની ઘટના સામે આવી છે, ગ્રીષ્માની હત્યા બાદ
લોકો માં ભારે આક્રોશ છે સુરત માં ધોળે દિવસે હત્યા-લૂંટની ઘટનાઓ બની રહી છે અને ત્યારે ભાઉના રાજમાં પોતાના શહેરમાં કાયદો વ્યવસ્થા ભાંગીને ભુક્કો થઈ હોવાનું લખીને ગૃહમંત્રી રાજીનામું આપે તેવા પોસ્ટરો લાગતા ભારે ચકચાર મચી છે.
ગ્રીષ્માની હત્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ વરાછા, યોગીચોક, સરથાણા સહિતના વિસ્તારોમાં પોસ્ટર લાગ્યાં છે અને જેમાં લખાયું છે કે ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત્, ગૃહરાજ્યમંત્રી રાજીનામું આપે.
સુરતના કામરેજ, પુણા, યોગીચોક, સરથાણા, મિની બજાર, માનગઢ ચોક જેવા વિસ્તારોમાં પોસ્ટરો રાત્રિના સમયે લગાવવામાં આવ્યાં હતાં અને આ પોસ્ટરો કોણે લગાવ્યાં એ સામે આવ્યું નથી.અને જોકે વીતેલા 14 દિવસમાં ઉપરા ઉપરી હત્યાઓ ના બનાવ બનતા સુરત ક્રાઈમ સિટી તરફ આગળ વધી રહયુ છે અને સુરતમાં ગૃહમંત્રી વિરુદ્ધ લોકરોષ ફાટી નીકળ્યો છે અને પોસ્ટરો લાગતા સુરત માં ગ્રીષ્માની હત્યા કેસ માં જવાબદારો ને જવાબ આપવો ભારે પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.