હૈદરાબાદઃ AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે દિલ્હીમાં થયેલી હિંસા માટે એક પૂર્વ ધારાસભ્યને દોષી ઠેરવ્યો છે. સાથે જ તેમણે વડાપ્રધાનને કહ્યું કે, સાપને તમે પાળ્યા છે, એ જ તમને ડંખશે. ઓવાસી હૈદરાબાદમાં નાગરિકતા સંશોધન કાયદા(CAA),નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર(NPR)અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીજન્સ(NRC)ના વિરોધમાં યોજાયેલા કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ ઉપરાંત રાહુલ ગાંધીએ પણ હિંસાને ખોટી ઠેરવી છે. તેમણે કહ્યું કે, શાંતિપૂર્ણ દેખાવ સ્વસ્થ લોકતંત્રનું પ્રતીક છે. પરંતુ હિંસા કરવી ઠીક નથી. સાથે જ કેજરીવાલે પણ રાજધાનીની હાલની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લોકોને સંયમ રાખવાની અપીલ કરી છે.
ત્યારબાદ તેમણે ટ્વીટ કર્યું કે, ‘અહીંયા હુલ્લડો તો એક પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતાની ઉશ્કેરણીનું પરિણામ હતું. જેમાં પોલીસની સંડોવણી હોવાના પણ સ્પષ્ટ પુરાવા છે. પૂર્વ ધારાસભ્યની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. હિંસાને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક પગલા લેવા જોઈએ, નહીં આ વધારેને વધારે ફેલાતી જશે’
જો કે તેમને કોઈ નેતાનું નામ લીધું નથી. પરંતુ ઓવૈસી સ્પષ્ટ રીતે ભાજપ નેતા કપિલ મિશ્રા અંગે આવી વાતો કહી રહ્યા હતા. કારણ કે કપિલ મિશ્રાએ જાફરાબાદ અને ચાંદબાગમાં રસ્તાને ખાલી કરાવવા માટે 3 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.
‘દિલ્હી પોલીસને ત્રણ દિવસનું અલ્ટીમેટમ- જાફરાબાદ અને ચાંદબાગના રસ્તા ખાલી કરાવો ત્યારબાદ અમને ના સમજાવતા, અમે તમારું પણ નહીં સાંભળીએ, માત્ર ત્રણ દિવસ’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.