હિજાબ વિવાદ પર ઓવૈસીનું મોટું નિવેદન જાણો શુ કહ્યું PM મોદીની દાઢી પર ..

મુરાદાબાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે કેરળ હાઈકોર્ટે ભારપૂર્વક કહ્યું છે કે બુરખો, હિજાબ અને ચાદર ઈસ્લામની એક ખાસ વિશેષતા છે.અને જો પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપીના નેતાઓ દાઢી અને ટોપી સાથે સંસદમાં આવી શકે છે તો પછી છોકરી હિજાબ પહેરીને ક્લાસમાં જતી હોય તો તમારે કેમ રોકવા જોઈએ. તમે તેમને ભણવા દો.

તની સાથે જ હિજાબ વિવાદના કેસમાં અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનને ખરું-ખોટું સંભળાવતા તેમાં પોતાનું નાક ના અડાડવાની સલાહ આપી. ઓવૈસીએ કહ્યું કે મલાલા યુસુફઝઈ પર હુમલો પાકિસ્તાનમાં થયો હતો. પાકિસ્તાન છોકરીઓના શિક્ષણના મામલામાં અમને જ્ઞાન ના આપે.અને પાકિસ્તાનના બંધારણ મુજબ કોઈ પણ બિન-મુસ્લિમ પાકિસ્તાનના વડાપ્રધાન બની શકતા નથી.

અસદુદ્દીન ઓવૈસીએ કડક શબ્દોમાં કહ્યું કે મારે પાકિસ્તાનના લોકોને કહેવું છે કે અહીં ના જુઓ અને ત્યાં જ જુઓ. તમને ખબર નથી કે તમારી પાસે બલૂચિઓને (બલુચિસ્તાન) લઇ શું-શું લડાઈ છે.તેમજ આ દેશ મારો છે, આ અમારા ઘરનો મામલો છે. તેમાં તમારું નાક કે પગ ના અડાડો. નહિંતર તમારા જ પગ અને નાકને ઇજા થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.