ઓક્સફર્ડના અર્થશાસ્ત્રીઓએ કરી આગાહી, પ્રમુખપદ માટેની ચુટણીમાં ટ્રમ્પનો થશે પરાજય

અમેરિકન સ્ટડી માં ખુલાસો થયો છે કે આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ખરાબ રીતે હારશે. નવા મોડેલના અધ્યયન મુજબ કોરોના વાયરસ સંકટ અને ત્યારબાદ નબળી અર્થવ્યવસ્થાને કારણે ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ખરાબ રીતે પરાજિત થશે.

ઓક્સફર્ડના અર્થશાસ્ત્રીઓએ નવા ચૂંટણી મોડેલ દ્વારા બુધવારે આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે બેરોજગારીના વધતા દર અને ફુગાવાના કારણે ટ્રમ્પનું ફરીથી ચૂંટાવું મુશ્કેલ છે.

સ્ટડી મુજબ ટ્રમ્પને લોકપ્રિય મતનાં માત્ર 35 ટકા મત મળશે. કોરોના વાયરસના ઇન્ફેક્શનથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. કોરોના સંક્રમણ પહેલા કરવામાં આવેલા સ્ટડીમાં ટ્રમ્પને 55 ટકા મત મળવાની આગાહી કરાઈ હતી.

ઓક્સફર્ડના અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે ટ્રમ્પની ઐતિહાસિક હાર કોરોના રોગચાળાને કારણે થશે. ભારે હતાશાને કારણે ટ્રમ્પને મોટો આંચકો લાગવાનો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પની જીત એક ચમત્કાર હશે. કોરોના વાયરસને કારણે આવું કોઈ જાદુ થવો મુશ્કેલ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાના આ મોડેલ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આગાહી અંગે ખૂબ જ સચોટ રહ્યા છે. 1948 થી આજ સુધી આ મોડેલની ખૂબ જ સચોટ આગાહી કરવામાં આવી છે. ફક્ત 1968 અને 1976 માં તેની આગાહી નિષ્ફળ થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.